Vadodara Boat Accident: હરણી તળાવ બોટ દુર્ઘટનાએ 14 જિંદગીનો લીધો ભોગ, પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ કમિશનરે કર્યાં આ ખુલાસા
વડોદરા હરણી નદીમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Vadodara Boat Accident: ગુરૂવારે વડોદરાના હરણી તળાવમાં સર્જાયેલી ભયંકર બોટ દુર્ઘટનાએ 14 જિંદગો ભોગ લીધો, આજે આ મુદ્દે યોજાયેલી પ્રેસ કોન્ફરસન્સમાં વડોદરાના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ઘટનાના પગલે લેવાયેલા ત્વરિત પગલા અંગે જાણકારી આપી હતી.
ગુરૂવારે બનેલી ગોઝારી કરૂણ ઘટનાના બાદ પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. આજે આ મામલે પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને અનેક ખુલાસા કર્યા હતો. પોલીસ કમિશન અનુપમ ગહેલોતે જણાવ્ય્ કે, “ દુર્ઘટનામાં 12 બાળક, 2 શિક્ષકના મોત થયા છે. દુર્ઘટના બાદ તુરંત રેસ્ક્યૂ ઓપરેશન કરી અન્યોને બચાવાયા હતા. આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે. મેનેજર, બોટ ચલાવનાર અને બોટ સેફ્ટીના 3 લોકોની અટકાયત કરવામાં આવી છે.કોટિયા કંપનીના ત્રણ પાર્ટનરની અટકાયત કરીને તેમની પૂછપરછ થઇ રહી છે. કંપનીના 15 પૈકી એકાદ પાર્ટનરનું મૃત્યુ થયુ છે, પેટા કોંટ્રાક્ટ મુદ્દે પણ તપાસ ચાલી રહી છે, બોટ કોણ ઓપરેટ કરતુ હતુ, કયાંથી બોટ આવી તેની તપાસ પણ હાથ પર છે.
પોલીસ કમિશનરે જણાવ્યું કે, અ દુર્ઘટનામાં ફરિયાદમાં કુલ 18 લોકોના નામ છે,તપાસ માટે SITની રચના કરવામાં આવી છે, તપાસ માટે કોર્પોરેશન પાસેથી કરારના ડોક્યુમેન્ટ પણ લીધા છે અને તમામ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી રહી છે,ઉલ્લેખનિય છે કે, ફરિયાદમાં કંપનીના 15 પાર્ટનરોના નામ છે, અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ થઈ છે તેમની પૂછપરછ ચાલી રહી છે.
ઉલ્લેખનિય છે કે, કરાર થયા બાદ કુલ છ ડાયરેક્ટર હતા અને બાદ 9 થયા હતા. ટકાવારી પ્રમાણે કંપનીમાં પાર્ટનરો ભાગીદાર છે,અમૂક પાર્ટનરના એડ્રેસ જૂના નિકળ્યા છે,ભીમસિંહ યાદવ, રશ્મીકાંત પ્રજાપતિ અને
અંકિત વસાવા, નયન ગોહિલ, શાંતિલાલ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. તપાસમાં કોઈની શરમ રાખવામાં નહીં આવે પ્રેસ કોન્ફરન્સ દરિયાન અનુપમ ગેહલોતે જણાવ્યું કે,કોઇપણ પ્રકારના પક્ષપાત વિના તટસ્થ રીતે તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે, ધરપકડ કરાયેલ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે અને વધુ માહિતી માટે આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવશે.
બોટ અકસ્માતની તપાસ માટે SITની રચના
વડોદરા હરણી નદીમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુનાની તપાસ ACP ક્રાઈમબ્રાંચને સોંપવામાં આવી છે. ડીસીપી પન્ના મોમાયાનો પણ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ક્રાઈમબ્રાંચના ACP, બે પીઆઈ અને એક PSIનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના
વડોદરાના હરણી તળાવમાં ગુરુવારે એક હોડી પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો સહિત ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે ન્યુ સનરાઇઝ સ્કૂલની 27 વિદ્યાર્થીઓનું જૂથ તેમના શિક્ષકો સાથે પિકનિક પર ગયું હતું.