શોધખોળ કરો

Gujarat Election: આ જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારે કરી દાદાગીરી, પોલીસ ફરિયાદ દાખલ

ગીર સોમનાથ: આમ આદમી પાર્ટીના ઉમેદવારની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. ટોલ બુથના કર્મચારી પર રોફ જમાવી માર માર્યો હોવાની વાત સામે આવી છે. આ ઘટના ગત રાત્રીએ બની હતી.

ગીર સોમનાથ: આમ આદમી પાર્ટીના ઉમેદવારની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. ટોલ બુથના કર્મચારી પર રોફ જમાવી માર માર્યો હોવાની વાત સામે આવી છે. આ ઘટના ગત રાત્રીએ બની હતી. વેરાવળ નજીક ડારી ટોલ બુથ પરની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના જગમાલ વાળા સહિતના મળતીયાની દાદાગીરી કેમેરામાં કેદ થઈ છે.  ટોલ કર્મચારી દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રભાસ પાટણ પોલીસે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, જગમાલ વાળા સોમનાથ વિધાનસભા બેઠકના આમઆદમી પાર્ટીના ઉમેદવાર છે. થોડા સમય પૂર્વે પણ ટોલ બુથ માથાકૂટ કરી હતી. નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેકટ મેનેજરને ઓફીસમાં ઘુસી માર મારેલ જેમાં પણ પોલીસે ગુન્હો નોંધી એક દિવસ જેલમાં રાખ્યા હતા. થોડા મહિના અગાઉ પણ નેશનલ હાઇવે ઓફીસમાં માથા કુટ કરી હતી. તે સમયે એક દિવસ જેલમાં રહેવું પડયું હતું ત્યાર બાદ આપમાં જોડાયા હતા. ફરી એક વખત હાઇવે પર માથાકુટ કરી જેની ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.

AAPના આ ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પાછું

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. આજે ઘાટલોળિયાથી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું. તો બીજી તરફ આમ આદમીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીઘું છે.

આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આ મામલે ભાજપ પર આરોપ લગાવતાં મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાજપ દ્રારા ધાક ધમકી આપીને તેમને ફોર્મ પરત લેવડાવવા માટે મજબુર કરવામાં આવ્યાં હતા. તેઓ કાલ સવારથી જ ગૂમ હતા.અને તેમને શોધતા હતા. તેમણે કહ્યું કે,. જનસેવાની ભાવનાથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કંચનભાઇને ખૂબ જ માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને જેના કારણે તેમણે દુ;ખી હૃદયે ફોર્મને પરત ખેંચ્યું છે.

 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. આ દરમિયાન સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સુરત પૂર્વના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાને કાલ સવારથી ભાજપે કીડનેપ કર્યા હોવાનો આરોપ રાઘવ ચઢ્ઢાએ લગાવ્યો છે.

શું કહ્યું  હતું રાઘવ ચઢ્ઢાએ

રાઘવ ચઢ્ઢાએ કહ્યું, તેમને સવારથી ભાજપના ગુંડાઓથી પરેશાન હતા. ભાજપમાં એટલો ડર છે કે હવે તેઓએ સરેઆમ આપના ઉમેદવારના અપહરણ કરવાના શરૂ કર્યા છે. ભાજપના ગુંડાઓએ દબાણ કર્યું હતું કે, તમે નામાંકન રદ્દ કરો અને ઉમેદવારી પરત ખેચો. ઉમેદવારી પાછી ખેચવા માટે દબાણ કરતા ભાજપના ગુંડાઓની વાત ન માનવાથી તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. કોઈ અજાણી જગ્યા પર તેમને લઈ જવામાં આવ્યા છે, તેમનું લોકેશન કોઈને ખ્યાલ નથી , તેમનો ફોન બંધ આવે છે. આ અંગે ચૂંટણી પંચમાં લેખિત ફરીયાદ કરવામાં આવી છે. કંચનજીના પરિવાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.   ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવેલા નિયમો અનુસાર શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર, તેમના પર નોંધાયેલા ગુના,  ટિકિટ આપવાનું કારણ અને એકપણ ગુનો નહીં ધરાવતા દાવેદારને સ્થાને આ ગુનાઈત ઉમેદવાર જ કેમ તેની વિગતો જારી કરી છે. જેમાં ભાજપે આ ગુનાઈત ઉમેદવારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કરતાં તેની  'લોકપ્રિયતા' નું બહાનું રજૂ કર્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
Rahul Dravid: રાહુલ દ્રવિડ આ બેટ્સમેનના એક ફોન કોલ પર ફરીથી ટીમ ઇન્ડિયાના કોચ બનવા થયા હતા તૈયાર
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
હવે આ યુનિવર્સિટીમાં શ્રીમદ્ભગવદ્ગીતાનો અભ્યાસ થશે, માસ્ટર્સ ડિગ્રી માટે આટલા રૂપિયા ખર્ચવા પડશે
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
Embed widget