શોધખોળ કરો

ગુજરાતની કઈ જાણીતી સિંગરના કાર્યક્રમમાં પોલીસે પાડી રેઈડ ? કારણ જાણીને ચોંકી જશો

ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના કાર્યક્રમમાં લગ્ન પ્રસંગે ગરબે ઘૂમવા લોકો ઉમટી પડ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત કોરોના ગાઈડલાઈનનો અમલ કરાતો ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી.

સાબરકાંઠાઃ ગુજરાતમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. રોજ કોરોનાના નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. જોકે તેમ છતાં કેટલાક લોકો કોરોના ગાઇડલાઇનનો ઉલાળિયો કરી રહ્યા છે. આ દરમિયાન ઈડરના માથાસુર ગામે લગ્ન પ્રસંગમાં પોલીસે રેઇડ કરી હતી.

શું છે મામલો

મળતી વિગત પ્રમાણે, લગ્ન પ્રસંગે મંજૂરી વગર ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાના કાર્યક્રમમાં લગ્ન પ્રસંગે ગરબે ઘૂમવા લોકો ઉમટી પડ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત કોરોના ગાઈડલાઈનનો અમલ કરાતો ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ઈડર પોલીસે કાર્યક્રમના ત્રણ આયોજકો સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

 ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર

બુધવારે રાજ્યમાં પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. જેમાંથી 175 લોકો વેન્ટિલેટર પર અને 18509 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.90  ટકા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 71,86,613 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,74,677 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ-80,61,290 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

ભાજપના આ નેતાને ગાંધીનગરની ચૂંટણીના કારણે થયો કોરોના ? ગાંધીનગરમાં છે ભાજપના પ્રભારી, જાણો વિગત

Lockdown: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં આજે રાતથી લાદવામાં આવશે અઠવાડિયાનું લોકડાઉન, જાણો વિગત

એક જ દિવસમાં ભાજપના ત્રણ ધારાસભ્યોને કોરના, કયા મહિલા ધારાસભ્ય પણ બન્યા ભોગ

ટોપ સ્ટોરી

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget