શોધખોળ કરો
ભાજપના આ નેતાને ગાંધીનગરની ચૂંટણીના કારણે થયો કોરોના ? ગાંધીનગરમાં છે ભાજપના પ્રભારી, જાણો વિગત
તસવીર સૌજન્યઃ ફેસબુક
1/4

ગુજરાતમાં કોરોના બેકાબૂ બની ગયો છે. દરરોજ કોરોના કેસના નવા આંકડા નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન એક જ દિવસમાં ભાજપના ત્રણ ધારાસભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેંદ્રસિંહ ચુડાસમાનું નામ પણ સામેલ છે.
2/4

ભૂપેદ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasma) કોરોનાં પોઝીટીવ આવ્યા છે. કેબિનેટ મંત્રી(Cabinet Minister) ને કોરોના થતાં તેમને યુ.એન. મહેતા હોસ્પિટલ (UN Mehta Hospital)માં સારવાર આપવામાં આવશે.
3/4

ચૂડાસમા ગાંધીનગર ચૂંટણીના ભાજપના પ્રભારી છે. તેઓ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનથી માંડીને પક્ષના અનેક કાર્યક્રમોમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમને ક્યાંકથી કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.
4/4

બુધવારે પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 3575 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 3,05,149 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઈ છે.
Published at : 08 Apr 2021 12:50 PM (IST)
આગળ જુઓ
Advertisement