Lockdown: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં આજે રાતથી લાદવામાં આવશે અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી (Madhya Pradesh CM) શિવરાજસિંહ ચૌહાણની (Shivraj Singh Chouhan) અધ્યક્ષતામાં બુધવારે મળેલી ઉચ્ચ સ્તરિય બેઠકમાં છીંડવાડા જિલ્લામાં ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી આગામી 7 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો હતો.
ભોપાલઃ દેશમાં કોરોનાના (Coronavirus) કેસ વધી રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન મધ્યપ્રદેશની (Madhya Pradesh Government) શિવરાજ સિંહ સરકારે મોટો નિર્ણય લીધો છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી (Madhya Pradesh CM) શિવરાજસિંહ ચૌહાણની (Shivraj Singh Chouhan) અધ્યક્ષતામાં બુધવારે મળેલી ઉચ્ચ સ્તરિય બેઠકમાં છીંડવાડા જિલ્લામાં ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી આગામી 7 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં સરકારી કચેરી સપ્તાહમાં પાંચ દિવસ ખુલી રહેશે. રાત્રે 10 થી સવારે 5 સુધી જબલપુર, ભોપાલ અને ઈન્દોરમાં કર્ફ્યૂસ સ્કૂલ-કોલેજો બંધ, રેસ્ટોરંટ અને પબ 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા. જાહેર કાર્યક્રમમાં 50 ટકા લોકને મંજૂરી. સાથે જ આગામી આદેશ સુધી દર રવિવારે લોકડાઉન રહેશે. શાજાપુરમાં તો 58 કલાકનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
શિવરાજ સિંહે કહ્યું, હું લાંબુ લોકડાઉન નથી ઈચ્છતો, તે અંતિમ વિકલ્પ છે. પરંતુ કોરોનાની ચેઇન તોડવા માટે રાજ્યમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુઝી શહેરી વિસ્તાર બંધ રહેશે, લોકડાઉન રહેશે.
દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ (Corona Vaccine) ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,26,789 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 685 લોકોના મોત થયા છે. જોકે 59,258 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 29 લાખ 28 હજાર 574
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 18 લાખ 51 હજાર 393
- કુલ એક્ટિવ કેસ - 9 લાખ 10 હજાર 319
- કુલ મોત - એક લાખ 66 હજાર 862
9 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 9 કરોડ 01 લાખ 98 હજાર 673 ડોઝ આપવામાં આવ્યા છે.
છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા કેસ
- 8 માર્ચઃ 1,26,789
- 7 માર્ચઃ 1,15,736
- 6 માર્ચઃ 96,982
- 5 માર્ચઃ 1,03,558