શોધખોળ કરો

Kutch: કચ્છમાં 800 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાતા હડકંપ, જાણો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું આપી પ્રતિક્રિયા

કચ્છ: રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે.

કચ્છ: રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સીલસીલો યથાવત છે. આજે ફરી કચ્છ વિસ્તારમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. કચ્છના ગાંધીધામ નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે. મીઠી રોહર નજીક ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. કરોડો રૂપિયાનો બિનવારસુ ડ્રગ્સનો જથ્થો પોલીસે કબ્જે કર્યો છે.

બાતમી આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું

પુર્વ કચ્છ પોલીસની સંયુક્ત કામગીરીથી ડ્રગ્સ પકડાયું છે. પ્રાથમિક તપાસમાં 80 KG જેટલા જથ્થાની કિંમત 800 કરોડની આસપાસ હોવાની વાત સામે આવી છે. FSLની મદદથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ ઉતારવાની બાતમી આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યારે બિનવારસી જથ્થો કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોય. આ પહેલા પણ કચ્છમાંથી ડ્રગ્સ મળતું રહ્યું છે. જોકે, પોલીસની સતર્કતાથી અનેક વખત મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઘણી વખત દરિયા કિનારે આવા માદક પદાર્થોના પેકેટ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળી આવે છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા અભિનંદન

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, કચ્છના દરિયાકાંઠે ગુજરાત પોલીસની સતર્કતાથી રૂ.૮૦૦ કરોડની કિંમતનું કોકેઈન જપ્ત કરાયું. કચ્છ પૂર્વ એલ.સી.બી. શાખાને મળેલી બાતમીના આધારે મીઠીરોહર દરિયાકિનારે અમુક ઈસમોની શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખતા તેઓ ડ્રગ્સનો જથ્થો સગેવગે કરે એ પહેલાં કચ્છ પોલીસની ટીમ દ્વારા દરોડો પાડીને ૮૦ કિલોગ્રામ કોકેઈન કબજે કરેલ છે. જેની કિંમત રૂ.૮૦૦ કરોડ થાય છે.  ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સંબંધિત પ્રવૃત્તિઓ માટે કડક પગલાં લેવાય રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસની સતર્કતા અને ડ્રગ્સ નાબૂદી અભિયાન માટેની સક્રિયતાને અભિનંદન.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
તલાટીઓની લાંબા સમયની માંગ આખરે સરકારે સ્વીકારી, પંચાયત- મહેસૂલ તલાટીની ફરજો કરાઈ સ્પષ્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
Embed widget