શોધખોળ કરો

સોમવારથી તમામ સરકારી-ખાનગી કચેરીઓ 100  ટકા હાજરી સાથે ધમધમશે

ગુજરાતમાં હવે કોરોના સંક્રમણના કેસ ઘટતા રાજય સરકારે  તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી 100 ટકા નિશ્ચિત કરવાની જાહેરાત કરી છે. 7 તારીખથી તમામ સરકારી-ખાનગી કચેરીઓ 100  ટકા હાજરી સાથે ધમધમશે.

ગુજરાતમાં હવે કોરોના સંક્રમણના કેસ ઘટતા રાજય સરકારે  તમામ સરકારી કચેરીઓમાં કર્મચારીઓની હાજરી 100 ટકા નિશ્ચિત કરવાની જાહેરાત કરી છે. 7 તારીખથી તમામ સરકારી-ખાનગી કચેરીઓ 100  ટકા હાજરી સાથે ધમધમશે. રાજયમાં કોરોનાની બીજી લહેર અને નાઈટ કર્ફયુ સહિતના નિયંત્રણો લદાતા તેની સાથે સંક્રમણને રોકવા માટે તમામ સરકારી કર્મચારીઓમાં રોટેશન મુજબ 50 ટકા સ્ટાફને હાજરી આપવાની છૂટ જારી કરી હતી.

જયારે સંક્રમણ પીક પર જતું હતું તે સમયે આવશ્યક સિવાયની તમામ સરકારી કચેરીઓને પ્રથમ અને ત્રીજા શનિવારે પણ બંધ રાખવાના આદેશ અપાયા હતા પણ હવે રાજયમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થતા જ રાજય સરકારે 7 તારીખ સોમવારથી તમામ સરકારી અને અર્ધસરકારી ઉપરાંત નિગમોની કચેરીમાં નિયત સમય મુજબ 100 ટકા  હાજરી સાથે કાર્યરત થશે તેવી જાહેરાત થઈ છે. ઉપરાંત કાલે પ્રથમ શનીવારે પણ તમામ કચેરીઓ ચાલું જ રહેશે અને અગાઉની જેમ બીજા અને ચોથા શનીવારે જ સરકારી કચેરીઓ બંધ રહેશે. આ રાજયના સચીવાલય સહિતની તમામ સરકારી કચેરીઓને આ આદેશ આપી દેવામાં આવ્યા છે.

મુખ્ય સચિવની સૂચનાથી બહાર પાડવામાં આવેલા આદેશમાં તમામ પેન્ડીંગ કામોનો પણ તાત્કાલીક નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે તથા 100 ટકા હાજરી પણ સુનિશ્ચિત કરવા માટે જણાવાયું છે. બીજી તરફ સરકારે હવે તમામ ખાનગી કચેરીઓને પણ તેમના નિયમ મુજબ 100 ટકા હાજરી સાથે કામકાજની છૂટ આપી છે તથા તેમના કામકાજના કલાકો સુધી કામગીરી કરશે.

કોરોના વાયરસની રફતાર ધીમી પડી

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78  ટકા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget