શોધખોળ કરો
Advertisement
જામનગરમાં કોલોનીમાં યુવકો રૂપજીવીનીઓ સાથે માણી રહ્યા હતા સેક્સ ને પોલીસ ત્રાટકી, જાણો વિગત
જામનગર: જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક આવાસ કોલોનીમાં એક કૂટણખાનું ધમધમતું હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત પાંચ સંચાલક અને ચાર ગ્રાહકો સહિત નવ શખ્સની ધરપકડ કરી હતી. આ ઉપરાંત રૂપિયા 2.50 લાખની રોકડ અને બાઈક સહિત રૂપિયા 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં એલસીબીના પી.આઈ. આર.એ.ડોડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન અંધાશ્રમ ફાટક પાસે આવાસ કોલોનીમાં એક મકાનમાં બહારથી મહિલા બોલાવી શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી કૂટણખાનું ચલાવાતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.
આ આવાસ કોલોનીના મકાનમાં કુટણખાનું ચાલતું હતું જેમાં ગ્રાહકો રૂપલલાનો સાથે શરીરસુખ માણવા માટે રોજ આવતાં હતાં. જોકે પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતાં. જેમાં સંચાલક નીતાબેન મહેન્દ્રભાઇ વાળા, વિરલ મહેન્દ્રભાઇ વાળા, શોભનાબેન રામદેભાઇ બોખીરિયા, કિશન ભરતભાઇ અને તારામતી દિનેશરાય ભટ્ટ સહિત પાંચ સંચાલકોને સકંજામાં લીધા હતા.
પોલીસે કૂટણખાનાના સ્થળે શરીરસુખ માણવા માટે આવેલા ગ્રાહકો ઈમરાન ફારૂકભાઇ વિરાણી, દેવશી નારણભાઇ બેલા, મયૂરસિંહ બળવંતસિંહ જાડેજા અને વિશાલ સુરેશભાઇ પરિયાણીને પકડી પાડ્યા હતા. પોલીસે તમામ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાના પગલે સંબંધિત વિસ્તારમાં ક્ષણિક અફરાતફરી મચી જવા પામી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion