શોધખોળ કરો

Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે આ આાગાહી કરી છે.

ગાંધીનગર:  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગે આ આાગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા  અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.  હવામાન વિભાગના મતે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 

મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન

તાપમાનમાં પણ કોઈ ખાસ ફેરફાર નહીં થાય. સૌથી ઊંચું તાપમાન  અમરેલી અને રાજકોટમાં નોંધાયું છે. સૌરાષ્ટ્રના આ બંને શહેરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  અમદાવાદમાં તાપમાનનો પારો ઘટીને 36 ડિગ્રીએ પહોંચી ગયો છે.   હવામાન વિભાગના અનુસાર, મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે. 

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગઇ કાલ સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અનેક જગ્યાએ નુકસાનના અહેવાલ મળ્યાં છે. રાજ્યમાં ગઇ કાલ સાંજે પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કચ્છના અંજારમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો તો રાજકોટના ધોરાજી અને ભાવનગરના પાલીતાણા 1.35 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના સિંહોરમાં 1.15 ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ ગઇકાલે સાંજે વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. 

બનાસકાંઠામાં પાકને નુકસાનની ભીતિ

બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી આકાશમાં કાળા ડીમાંગ વાદળો ઘેરાયા હતા. ભારે પવન ફુંકાયો અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વધી હતી. ખેડૂતોને બાજરી જુવાર, રજ્કો  સહિત પાકોમાં નુકશાન થવાની ભીતી છે. વરસાદના કારણે કાળઝાળ ગરમી અને બફારા બાદ ઠંડક પ્રસરી હતી.

બનાસકાંઠાના પાલનપુર અને જલોત્રા પંથકમાં ભારે પવન સાથે  વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા. વીજ લાઈનો નીચે પડી જતા છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વીજળી ગૂલ થઇ ગઇ હતી. જલોત્રાના GEB ના સબ સ્ટેશન ગામડાંના તમામ ખેતીવાડીના ફીડર બંધ થઇ ગયા હતા જેના પગલે  ખેતરોમાં  અંધારપટ છવાઇ ગયો હતો.           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

Embed widget