Gujarat Rain:રાજ્યભરમાં મેઘમહેર, 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ 25 ઓગસ્ટથી રાજ્યમાં હજુ વરસાદનું જોર વધશે.28 ઓગસ્ટ બાદ વરસાદનું પ્રમાણ ઘટશે.

Gujarat Rain: બંગાળની ખાડી અને રાજસ્થાન પર સર્જાયેલી સિસ્ટમના કારણે છેલ્લા 2થી 3 દિવસથી વરસાદનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં 160 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે બપોર સુધીમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો જાણીએ વિગત
હવામાન વિભાગની આગાહીની વચ્ચે બપોરે 12 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતામાં 2.32 ઈંચ વરસાદ વરસ્યો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં માળિયા(મીં) તાલુકામાં 2.28 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત મોરબીના ટંકારામાં 2.13 ઈંચ, મોરબી શહેરમાં 1.93 ઈંચ, જામકંડોરણામાં 1.93 ઈંચ, દ્વારકાના ભાણવડમાં 1.73 ઈંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 1.54 ઈંચ, જામનગરના કાલાવડમાં 1.46 ઈંચ,તાપીના વ્યારામાં 1.30 ઈંચ,બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબીના વાંકાનેરમાં 1.22 ઈંચ, રાજકોટના ગોંડલમાં 1.22 ઈંચ,રાજકોટના લોધિકામાં 1.18 ઈંચ,સુરેન્દ્રનગરના થાનગઢમાં 1.14 ઈંચ, સુરેન્દ્રનગરના ચોટીલામાં 1 ઈંચ વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ?
દાંતા - 2.32 ઈંચ
માળિયા ( મોરબી )- 2.28 ઈંચ
ટંકારા - 2.13 ઈંચ
મોરબી - 1.93 ઈંચ
જામકંડોરણા - 1.93 ઈંચ
ભાણવડ-1.73 ઈંચ
ધ્રાંગધ્રા- 1.54 ઈંચ
કાલાવડ -1.46 ઈંચ
વ્યારા - 1.3 ઈંચ
વાંકાનેર - 1.22 ઈંચ
ગોંડલ- 1.22 ઈંચ
લોધિકા -1.18 ઈંચ
થાનગઢ - 1.14 ઈંચ
ચોટીલા- 1.1 ઈંચ
રાજકોટ- 1.1 ઈંચ
સુરત શહેર- 1.1 ઈંચ
કુકરમુંડા -1.02 ઈંચ
હળવદ- 1.02 ઈંચ
પડધરી -1.02 ઈંચ
રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ
હવામાન વિભાગે આજે રાજ્યના સાત જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ અને પાટણ જિલ્લામાં પણ આજે સારો વરસાદ વરસશે,. ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દ્વારકા અને પોરબંદરમાં આજે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, આ બંને જિલ્લામાં પણ વરસાદનું આજે યલો એલર્ટ અપાયું છે. ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને અમદાવાદ, ગાંધીનગર,આણંદ અને ખેડા,પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર,વલસાડ, સુરત,નવસારીમાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે ઉપરાંક દમણ, દાદરાનગર હવેલીમાં પણ આજે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. આ વિસ્તારમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
26 ઓગસ્ટથી કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ બંને સિસ્ટમના કારણે 26 ઓગસ્ટ બાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગના અનુમાન મુજબ 28 બાદ વરસાદ થોડો ધીમો પડશે પરંતુ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસતો રહેશે.




















