Kutch Rain: કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભચાઉ, અંજાર, રાપરમાં ધોધમાર વરસાદ
કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. કચ્છ જિલ્લાના ભચાઉ, અંજાર, રાપર સહિત ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો.

ભુજ: કચ્છમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. કચ્છ જિલ્લાના ભચાઉ, અંજાર, રાપર સહિત ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. ક્યાંક ધીમીધારે, તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. અંજારના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સત્તાપર, આંબાપાર, સિનુગરા, સાપેડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા હતા.
બીજી તરફ ભચાઉ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. ભચાઉના સુખપર, ચોબારી, લુણવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
ભચાઉમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 4થી 6 બે કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંજારમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય 7 તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
જૂનાગઢ શહેર અને જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં મેઘરાજાએ શહેર અને જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
માંગરોળમાં સાડા ત્રણ ઈંચ. કેશોદમાં સવા ઇંચ, જૂનાગઢમાં સવા ઇંચ, વંથલીમાં એક ઇંચ, મેંદરડામાં એક ઇંચ, વિસાવદરમાં પણ વરસાદ વરસ્યો છે. માળિયામાં પણ વરસાદ વરસ્યો હતો. ગિરનાર પર્વત પર પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે જૂનાગઢમાં સીઝનાનો 50 ટકા આસપાસ વરસાદ વરસી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં સવર્ત્ર વરસાદને લઈ ધરતીપુત્રો ખુશ ખુશાલ છે. જૂનાગઢ શહેરમાં પણ સારો વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.





















