શોધખોળ કરો
Advertisement
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ, વૃક્ષ ધરાશાયી થતા મહુવા રોડ થયો બંધ
આજે સાંજે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાવરકુંડલાના વિજપડી નજીકના હાડીડીમાં પવન સાથે વરસાદથી બસ સ્ટોપ નજીક આવેલું વૃક્ષ ધરાશાયી થયું હતું.
સાવરકુંડલાઃ રાજ્યમાં ચાલુ વર્ષે મેઘરાજા વધારે મહેરબાન થયા છે અને અત્યાર સુધીમાં 140 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. આસો મહિનામાં પણ વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
સાવરકુંડલાના વિજપડી નજીકના હાડીડીમાં પવન સાથે વરસાદથી બસ સ્ટોપ નજીક આવેલું વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ ધરાશાયી થઈને રોડ વચ્ચે પડતા સાવરકુંડલા-મહુવા માર્ગ બંધ થયો હતો. ખાંભામાં પણ વરસાદ પવન સાથે વરસાદ ખાબક્યો હતો.
સતત વરસાદથી પહેલા મગફળીનો પાક નિષ્ફળ ગયા બાદ હવે વરસાદથી કપાસના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.
રિલાયન્સ જિયોએ આપ્યો મોટો ઝટકો, હવે અન્ય ઓપરેટરમાં કોલ કરવા ચૂકવવા પડશે રૂપિયા, જાણો વિગતે
મહારાષ્ટ્ર ચૂંટણીઃ ગુજરાત ભાજપના નેતાઓ કરશે ચૂંટણી પ્રચાર અને ગજવશે સભાઓ, જાણો વિગતે
દારૂ પર ગરમાયું રાજકારણઃ ધાનાણીએ ટ્વિટ કરીને લખ્યું ઝુમતું ગુજરાત, સરકારના જ આંકડા કર્યા જાહેર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement