શોધખોળ કરો

Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્ય પથંકમાં જામ્યો વરસાદી માહોલ, તિથલના દરિયામાં કરંટ

વલસાડના પારડી સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  

Gujarat Rain: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડ શહેર સહિત જિલ્લામાં વરસાદની શરુઆત થઈ ગઈ છે. વલસાડના પારડી સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  રાજ્યના હવામાન વિભાગે આજે વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું. 

વલસાડ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ  જામ્યો છે.  કોસંબા, મગોધ ડુંગરી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે તિથલના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકિનારે પવનની ગતિ પણ તેજ થઈ ગઈ છે.

વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો છે.  ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વલસાડ સિવાય નવસારી અને તાપી જિલ્લામાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. 

ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી

એક સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ- ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજે છોટાઉદેપુર, નર્મદા, દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.  જ્યારે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, સુરત, નવસારી અને વલસાડમાં આજે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. 

40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે

રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 1થી 4 જુલાઈ દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથોસાથ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ જિલ્લામાં ભારે વરસાદ વરશી શકે છે.  

બીજી તરફ  હવામાન વિભાગે સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં વિપરીત આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર- કચ્છના કાંઠા વિસ્તારમાં ગરમી અને ઉકળાટ વધવાનું અનુમાન વ્યકત કરાયું છે. હાલની સ્થિતિ પ્રમાણે 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે.  

આ પણ વાંચો- Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 

દેશના 146 વર્ષમાં આ વર્ષે જૂનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. કેરળમાં સમયસર ચાર જૂને ચોમાસું પહોંચી તો ગયું પરંતુ 15 જૂન પછી ચોમાસું આગળ વધ્યું જ નહીં. જેથી જૂનમાં સમગ્ર દેશમાં 40 ટકા અને મધ્ય ભારતમાં 60 ટકા ઓછો વરસાદ થયો છે. દેશમાં છેલ્લા 25 વર્ષમાં 14મી વખત ચોમાસાની આગેકૂચમાં વિલંબ થતા વરસાદ ખેંચાઈ ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 3 કલાક ભારે વરસાદનું એલર્ટ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં 3 કલાક ભારે વરસાદનું એલર્ટ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget