શોધખોળ કરો

Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 

પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને નજીકના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પર લગભગ 5.8 કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ પણ અસ્તિત્વમાં છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે ૧૫ રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાની નવી ચેતવણી આપી.
  • આસામમાં પૂર, જ્યારે દિલ્હી-રાજસ્થાન ગરમીથી તપી રહ્યા છે.
  • રાજસ્થાનમાં વરસાદની ગતિવિધિ વધશે, જયપુરમાં ભારે વરસાદ.
  • કેરળના ૪ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, ભારે વરસાદની આગાહી.

Rain Alert: વરસાદને કારણે આસામ અને અરુણાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જ્યારે દિલ્હી અને રાજસ્થાન સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે ગરમી પડી રહી છે. હવામાન વિભાગે 15 રાજ્યો માટે વરસાદ અને વાવાઝોડા અંગે નવી ચેતવણી જારી કરી છે. આગામી 12 કલાકમાં આ રાજ્યોમાં હવામાનમાં ધરખમ ફેરફાર થઈ શકે છે, જેમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ઉત્તરીય તેલંગાણા અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય રહે છે અને તે સમુદ્ર સપાટીથી 3.1 થી 4.5 કિલોમીટરની વચ્ચે ફેલાયેલું છે. પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને નજીકના દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ પર લગભગ 5.8 કિલોમીટરની ઊંચાઈએ ચક્રવાતી પરિભ્રમણ પણ અસ્તિત્વમાં છે. ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને મ્યાનમાર કિનારા પર ચક્રવાતી પરિભ્રમણ નબળું પડી ગયું છે.

આ પણ વાંચો- દેશમાં સુપર અલ નીનોની અસર, ચાલુ વર્ષે 146 વર્ષમાં સૌથી ઓછો જૂન મહિનામાં વરસાદ

આ 15 રાજ્યોમાં વરસાદની ચેતવણી

  1. દિલ્હી
  2. ઉત્તર પ્રદેશ
  3. બિહાર
  4. રાજસ્થાન
  5. મધ્ય પ્રદેશ
  6. મહારાષ્ટ્ર
  7. હિમાચલ પ્રદેશ
  8. ઉત્તરાખંડ
  9. હરિયાણા
  10. પંજાબ
  11. જમ્મુ અને કાશ્મીર
  12. છત્તીસગઢ
  13. કેરળ
  14. તમિલનાડુ
  15. આસામ

રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ 

રાજસ્થાન (29 જૂન) વાવાઝોડા અને વરસાદની ચેતવણી: બિકાનેર, જયપુર, ભરતપુર, અજમેર અને કોટા અને ઉદયપુર વિભાગના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આ અઠવાડિયે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની ધારણા છે. આ સમયગાળા દરમિયાન, જયપુરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. 2 જુલાઈથી જયપુરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જે આગામી 4-5 દિવસ સુધી વચ્ચે-વચ્ચે ચાલુ રહેશે.

કેરળમાં ભારે વરસાદની આગાહી

કેરળ (29 જૂનથી 2 જુલાઈ) ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ: કાસરગોડ, કન્નુર, વાયનાડ અને કોઝિકોડ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  બાકીના 10  જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેરળ હવામાન વિભાગ અનુસાર, 29  જૂને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે કેરળમાં અલગ-અલગ સ્થળોએ 7-11 સેમીથી 12-20  સેમી સુધી વરસાદ પડવાની આગાહી છે. 30  જૂન અને 1-2 જુલાઈના રોજ કેરળમાં અલગૃઅલગ સ્થળોએ ભારે વરસાદ (7-11  સેમી) પણ થવાની આગાહી છે. કેરળમાં સમયસર ચાર જૂને ચોમાસું પહોંચી તો ગયું પરંતુ 15 જૂન પછી ચોમાસું આગળ વધ્યું જ નહીં. જેથી જૂનમાં સમગ્ર દેશમાં 40 ટકા અને મધ્ય ભારતમાં 60 ટકા ઓછો વરસાદ થયો છે.  

Frequently Asked Questions

હવામાન વિભાગે કેટલા રાજ્યો માટે ચેતવણી જારી કરી છે?

હવામાન વિભાગે 15 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની નવી ચેતવણી જારી કરી છે. આગામી 12 કલાકમાં આ રાજ્યોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજસ્થાન માટે હવામાન વિભાગની શું આગાહી છે?

રાજસ્થાનમાં 29 જૂને વાવાઝોડા અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જયપુરમાં 2 જુલાઈથી ભારે વરસાદની ચેતવણી છે, જે 4-5 દિવસ સુધી ચાલુ રહેશે.

કેરળમાં હવામાન વિભાગે કયા પ્રકારની ચેતવણી આપી છે?

કેરળના 4 જિલ્લાઓ (કાસરગોડ, કન્નુર, વાયનાડ, કોઝિકોડ) માટે 29 જૂનથી 2 જુલાઈ સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અન્ય 10 જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જારી કરાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget