શોધખોળ કરો

Gujarat Rain Update:રાજ્યમાં આ જિલ્લામાં મૂશળધાર વરસાદ, 155 તાલુકામાં વરસ્યો

Gujarat Rain Update:ગુજરાતમાં વરસાદ લાવતી સિસ્ટમ એક્ટિવ થતાં હાલ ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલે જમાવટ કરી છે. આજે 155 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Update:હાલ ગુજરાત પર વરસાદ લાવતી 4 સિસ્ટમ એક્ટિવ થતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં  મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આજેજે રાજ્યના 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે.આજે અમદાવાદના દસક્રોઈમાં સૌથી વધુ 9.29 ઈંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. આજે મહેમદાવાદમાં  7.44 ઈંચ વરસાદ વરસ્યો છે.  નડિયાદમાં 2 કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો,  માતરમાં 6.06 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે  કઠલાલમાં 4.72 ઈંચ, વસોમાં 4.61 ઈંચ, મહુધામાં 3.94 ઈંચ,ખેડામાં 3.78 ઈંચ, ઉમરેઠમાં 3.74 ઈંચ, ભિલોડામાં 3.39 ઈંચ, પાટણમાં 3.35 ઈંચ,  ધોળકામાં 3.37 ઈંચ, ભાભરમાં 3.23 ઈંચ,  બાવળામાં 3.15 ઈંચ, ગળતેશ્વરમાં 3.03 ઈંચ, 2 કલાકમાં નડિયાદમાં 3.54 ઈંચ વરસાદ વરસ્યો છે.  છેલ્લા 2 કલાકમાં માતરમાં 2.56 ઈંચ વરસાદ વરસ્યો છે.

24 કલાકમાં કેટલા તાલુકામાં કેટલો વરસાદ?

  • વડગામ- 7.52 ઈંચ
  • મોડાસા -6.2 ઈંચ
  • તલોદ-5.5 ઈંચ
  • સિદ્ધપુર-5.2 ઈંચ
  • કપરાડા-5 ઈંચ
  • દહેગામ-4.8 ઈંચ
  • કઠલાલ -4.2 ઈંચ
  • મહેસાણા-4 ઈંચ
  • લુણાવાડા-4 ઈંચ
  • ધરમપુર -3.8 ઈંચ
  • પ્રાંતિજ-3.6 ઈંચ
  • કડાણા- 3.6 ઈંચ
  • ધનસુરા -3.6 ઈંચ
  • સતલાસણા-3.5 ઈંચ

 હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની શક્યતાને જોતા એલર્ચ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  કચ્છ, સુરેંદ્રનગર, ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખેડા, પંચમહાલ, દાહોદ,દમણ, દાદરાનગર હવેલી, નવસારી, વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું  અનુમાન છે.  અમરેલી, બોટાદ, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં  પણ વરસાદની શક્યતાને જોતા અહીં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુંછે.  આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

અંબાલાલની વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આગામી દિવસોમાં રાજ્ય માટે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન અનુસાર ઉત્તર ગુજરાત,  મધ્ય ગુજરાત,. દક્ષિણ ગુજરાત,  સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે.બંગાળની સિસ્ટમ પૂર્વ મધ્ય પ્રદેશ તરફ આવી રહી છે, મધ્ય પ્રદેશથી સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આવશે,સિસ્ટમ મજબૂત થતા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.  સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ  ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget