Rain Forecast: આગામી ચાર દિવસ રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, આ જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એક વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થશે, જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે.

Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આમાં કેટલાક જિલ્લા એવા છે. જ્યાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે.
રાજ્યમાં ચાર દિવસ મેઘરાજા ધુંવાધાર બેટિંગ કરશે. 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં વરસાદ લાવતી હાલ ચાર સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે આગામી 4 દિવસ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ છે. આ તમામ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદના અનુમાન સાથે અહી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત વડોદરા, ભરૂચ, સુરતમાં પણ આજે મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે, ભારે વરસાદની શક્યતાને જોતા અહીં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અંબાલાલની વરસાદની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આગામી દિવસોમાં રાજ્ય માટે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે.બંગાળની સિસ્ટમ પૂર્વ મધ્ય પ્રદેશ તરફ આવી રહી છે, મધ્ય પ્રદેશથી સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આવશે,સિસ્ટમ મજબૂત થતા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.
આગામી 3 કલાકમાં રાજ્યભરમાં વરસાદની આગાહી
રાજ્યમાં કેટલાક જિલ્લામાં બપોર બાદ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાઓમાં ઓછાવતા પ્રમાણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને જોતા વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. કચ્છમાં વરસાદનું 3 કલાક માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દમણ, દાદરાનગરહવેલીમાં 3 કલાક માટે વરસાદનું યલો એલર્ટ છે.અમરેલી, ભાવનગર જિલ્લા માટે વરસાદનું 3 કલાકનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3 કલાકમાં અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.





















