શોધખોળ કરો

Gujarat Rain: અમરેલી અને ગીર સોમનાથમાં જામ્યો વરસાદી માહોલ

હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.  અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

અમદાવાદ:  હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.  અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના લાઠી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે લાઠી શહેરોના રસ્તાઓ પણ વરસાદી પાણીથી જળમગ્ન થયા હતા.  

તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ

આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે. તાલાલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે.  તાલાલા શહેરની સાથે ગુંદરણ, માધુપુર, આંકોલવાડી, ધાવા, ચિત્રોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  વહેલી સવારથી વરસી રહેલા ઝરમર વરસાદથી મગફળી, સોયાબીન સહિત પાકને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. સાંજે ચાર વાગ્યા સુધીમાં તાલાલા પંથકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

ગીર સોમનાથના સુત્રાપાડામાં પણ સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો છે. સુત્રાપાડા અને કોડીનારમા આજે અડધો અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.  સુત્રાપાડાના લોઢવા, પ્રશ્નાવડા, વાવડી, વડોદરા ઝાલા, પ્રાંચી તીર્થ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સતત વરસી રહેલા વરસાદે તૈયાર પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતી છે.

મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.  મોરબી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  વરસાદ શરૂ થતા ગરબા આયોજકો, ખેલૈયાઓ અને ખેડૂતોની ચિંતા પણ વધી છે.  

જેતપુરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ

આ તરફ રાજકોટના જેતપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે.  સ્ટેન્ડ ચોક, તીનબત્તી ચોક, ફુલવાડી, ચાંદની ચોક, એમ.જી.રોડ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના જેતપુરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. 

કચ્છ જિલ્લામાં વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ભચાઉ, ગાંધીધામ, કંડલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.   

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે કે, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. 

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget