Rain News: 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, આહવામાં 4 તો ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ, જુઓ આંકડા
નવરાત્રીના તહેવારો વચ્ચે કેટલાક સ્થળોએ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે
Rain News: રાજ્યમાં હજુ પણ ચોમાસાએ વિદાય લીધી નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો. અત્યારે રાજ્યમાં નવરાત્રીની ધૂમ છે, ખેલૈયાઓ ગરબાની મજા માણી રહ્યાં છે. ત્યારે વરસાદે કેટલાક સ્થળોએ ખેલૈયાઓની મજા બગાડી છે. છેલ્લા 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ આહવા તાલુકામાં ચાર ઇંચ તો વળી, ઉમરપાડામાં ત્રણ વરસાદે નવરાત્રીની મજા બગાડી હતી. અહીં જુઓ તમામ 54 તાલુકાના વરસાદી આંકડા...
નવરાત્રીના તહેવારો વચ્ચે કેટલાક સ્થળોએ વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે. અહીં જુઓ તમામ તાલુકાના આંકડા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં નોંધાયો વરસાદ -
આહવામાં ચાર ઈંચ વરસાદ
ઉમરપાડામાં ત્રણ ઈંચ વરસાદ
ભરૂચના નેત્રંગમાં પોણો ઈંચ વરસાદ
ખેરગામમાં પોણો ઈંચ વરસાદ
ડેડિયાપાડામાં પોણો ઈંચ વરસાદ
ભાણવડમાં પોણો ઈંચ વરસાદ
વાપીમાં પોણો ઈંચ વરસાદ
વઘઈમાં પોણો ઈંચ વરસાદ
સુબીરમાં પોણો ઈંચ વરસાદ
રાજ્યમાં આ ડેમ થયા ઓવરફ્લો
રાજ્યના 207 પૈકી 130 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. તો કચ્છ-સૌરાષ્ટ્રના 108, જ્યારે મધ્ય ગુજરાતના 10 ડેમ ઓવરફ્લો થયા છે. તો દક્ષિણ ગુજરાતના નવ અને ઉત્તર ગુજરાતના ત્રણ ડેમ છલોછલ ભરાઇ ચૂક્યાં છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 183 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 163 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.
ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 147.07 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.08 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 132.77 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 114.55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો