શોધખોળ કરો

Rain Update: ગુજરાતમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ, આજે આ 20 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Rain Update: ગુજરાતમાં ગઇકાલથી મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી થઇ છે, અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ગઇકાલે સાંજથી વરસાદ ખાબક્યો હતો

Rain Update: ગુજરાતમાં ગઇકાલથી મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી થઇ છે, અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ગઇકાલે સાંજથી વરસાદ ખાબક્યો હતો, મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાંપટાથી ગરમીથી રાહત મળી છે. પરંતુ હજુ ચોમાસાની ગુજરાતમાં વિધિવત એન્ટ્રી નથી થઇ. હાલમાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે, હજુ આજે પણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાના આસાર છે. જાણો આજે ક્યાં ક્યાં પડી શકે છે વરસાદ..... 

હવામાન વિભાગ અને હવામાન આગાહીકારોના મતે આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. લેટેસ્ટ વેધર અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, પંચમહાલ, દાહોદ અને અમરેલી જિલ્લામાં વરસાદની આગાહી છે. આજે ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 તાલુકામાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં પ્રિ-મોન્સુન અંતર્ગત બદલાયેલા હવામાનને કારણે રવિવારે સતત બીજા દિવસે વરસાદ (Rain) ચાલુ રહ્યો હતો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ (70 મીમી) પાણી વરસી ગયું હતું. જ્યારે ચાર તાલુકાઓમાં 1.25 થી 1.5 ઈંચ સુધીનો વરસાદ (Rain) નોંધાયો છે. સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં કુલ 35 તાલુકાઓમાં વરસાદ (Rain) નોંધાયો હતો. આ પહેલા શનિવારે પણ રાજ્યના 14 તાલુકાઓમાં વરસાદ (Rain) નોંધાયો હતો. આગામી બે દિવસ પણ આવું જ વાતાવરણ રહેવાની ધારણા છે. જો કે રવિવારે પણ અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું. કાળઝાળ ગરમી વચ્ચે મહત્તમ તાપમાન 43.1 ડિગ્રીએ પહોંચ્યું હતું.

અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં રવિવારે સાંજે 4 થી 6 દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 70 મિલીમીટર (મીમી) વરસાદ (Rain) નોંધાયો હતો. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકામાં 42 મીમી, નર્મદાના તિલકવાડા તાલુકામાં 34 મીમી, તાપીના ડોલવણમાં 30, નર્મદાના નાંદોદમાં 30, પંચમહાલના જાંબુઘોડામાં 22 મીમી, લાઠીતેલ અને અમરેલી જીલ્લામાં 18 મીમી વરસાદ (Rain) નોંધાયો હતો. તાપીના વ્યારા. વડોદરા અને વલસાડ તાલુકામાં પણ 15 મીમી જેટલો વરસાદ (Rain) નોંધાયો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા, ભરૂચ જિલ્લાના નેત્રંગ, સુરતના ઉમરપાડા, ભાવનગરના ઉમરાળા, વડોદરા, છોટા ઉદેપુર સહિત વિવિધ વિસ્તારોમાં પણ હળવો વરસાદ (Rain) થયો હતો. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરલ્લી સહિતના જિલ્લાઓમાં પણ હવામાનમાં પલટો આવ્યો છે. કેટલાક સ્થળોએ હળવા વરસાદ (Rain)ના પણ સમાચાર છે. કેટલાક સ્થળોએ વાવાઝોડાની સાથે ઝરમર ઝરમર પણ વરસી હતી. આ પહેલા શનિવારે પણ 14 તાલુકાઓમાં વરસાદ (Rain) નોંધાયો હતો. તેમાંથી છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં સૌથી વધુ 64 મીમી (લગભગ અઢી ઈંચ) વરસાદ (Rain) નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવાર અને મંગળવારે અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ખેડા. આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં દિવસભર આકરા તડકા વચ્ચે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરેશાન છે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રવિવારે અતિશય ગરમીના કારણે લોકો પરેશાન થયા હતા. સુરેન્દ્રનગર શહેરમાં રવિવારે રાજ્યમાં સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજું સૌથી ગરમ શહેર અમદાવાદ હતું જ્યાં તાપમાન 43.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા સુધી નોંધાયું હતું. અન્ય મુખ્ય શહેર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 42.4 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, ભુજમાં 41.2 ડિગ્રી અને સુરતમાં 37.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
Dev Uthani Ekadashi 2024: જાણો ક્યારે છે દેવઉઠી એકાદશી,યોગ નિદ્રામાંથી જાગશે શ્રી હરિ
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં હાર્દિક પંડ્યાનું કપાશે પત્તુ? જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની પ્રથમ T20માં હાર્દિક પંડ્યાનું કપાશે પત્તુ? જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
અમદાવાદમાં 85 જગ્યાએ કઢાવી શકાશે વય વંદના કાર્ડ, 70 વર્ષથી ઉપરના લોકોને મળશે મફત સારવાર
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Embed widget