શોધખોળ કરો

Ambalal Patel : 2 નવેમ્બર સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસશે વરસાદ, જાણો અંબાલાલની લેટેસ્ટ આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે, 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહશે.

ગાંધીનગર : રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે, 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહશે. એટલુ જ નહીં 7 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે.  આગામી ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે.

2 નવેમ્બર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં 2 નવેમ્બર સુધી રહેશે.  બીજી સિસ્ટમ 5 નવેમ્બરથી સક્રિય રહેશે. 7 નવેમ્બર આસપાસ બંગાળ સાગરમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જે દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે.  જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે.  18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં વાવાઝોડાના કારણે માવઠું પડશે.     

લો પ્રેશરના કારણે હવામાનમાં પલટો આવશે

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ગુજરાતના હવામાન પર વિવિધ પરિબળોની અસર રહેશે.  દરિયામાં અવારનવાર બનતા લો પ્રેશરના કારણે હવામાનમાં પલટો આવશે.  ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણના બગાડ  સહિતના પરિબળો વાતાવરણને અસર કરી રહ્યા છે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, ઋતુચક્ર બદલાતા ખેડૂતોની પાયમાલી થઈ છે. મગફળી, કઠોળ, કપાસ સહિતના પાક ને નુકસાન થયું છે.  નવેમ્બરના શરૂઆત બાદ શિયાળુ પાકની વાવણી શરૂઆત થશે. 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે. રાજ્યમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાની છે.       

રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન 

ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે.  જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે. 

તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે.  હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget