શોધખોળ કરો

Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી 3 કલાકમાં વરસશે ગાજવીજ સાથે વરસાદ

Gujarat Weather Forecast: ગુજરાતની હવામાન પેર્ટન ફરી એકવાર બદલાઇ છે. આગામી 2 દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યમાં આગામી 3 કલાકમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, સાબરકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી

રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે.અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જો કે, એક તરફ વરસાદની આગાહી છે, તો બીજી તરફ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 મે સુધી રાજ્યમાં આકરી ગરમી યથાવત રહેશે.

તાપમાનની વાત કરીએ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છ જિલ્લામાં 42 ડિગ્રી સુધી અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે.આ ઉપરાંત, 20થી 23 મે દરમિયાન રાજ્યમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.ચોમાસાને લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આશરે 15 જૂન આસપાસ ચોમાસાની શરૂઆત થઈ શકે છે.

આ પણ વાંચો:Gujarat Weather Forecast : ગુજરાતમાં કેટલા દિવસ હજુ પડશે કમોસમી વરસાદ? જાણો હવામાન અપડેટ્સ

હવામાન વિભાગની આગાહી

 હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ ત્રણથી ચાર  દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસશે, સૌરાષ્ટ્ર, કચ્છ,પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ખાસ કરીને થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટીની અસર બપોર બાદ જોવા મળશે. વેસ્ટર્સન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 4થી5 દિવસ રાજ્યમાં આ સ્થિતિ જોવા મળશે, ઉલ્લેખનિય છે કે, હાલ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન આવી રહ્યાં છે. જેના કારણે રાજ્યભરની વેઘરની પેર્ટન ઉનાળામાં થોડી બદલાઇ છે. જો એક અન્ય એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ એક્ટિવ છે. જેથી સમગ્ર ગુજરાતમાં ભારે સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે.  

વાતાવરણમાં પલટાના કારણે હાલ તાપમાનનો પારો 2થી3 ડિગ્રી નીચે જતાં અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભેજવાળા પવન વહેતા અને વરસાદ આવતા ગરમીથી રાહત મળે છે. પરંતુ ફરી 9 મે બાદ ગરમીમાં વધારો થશે અને તાપમાન ફી 41 ડિગ્રીના પાર પહોંચે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વડોદરા, અમદાવાદ, રાજકોટ, અમરેલી સુરેન્દ્રનગર, જૂનાગઢ સહિતના વિસ્તારમાં તાપમાનનો પાર 43ને પાર થાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે કે વાતાવરણમાં પલટાની સ્થિતિ 7 કે 8 મે સુધી રહેશે બાદ ફરી ઉનાળો તેનો મિજાજ બતાવશે અને કાળઝાળ ગરમીનો અનુભવ થઇ શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget