શોધખોળ કરો

પ્રિમોનસૂન એક્ટિવિટીથી ગુજરાતના વાતાવરણમાં પલટો, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીથી વાતાવરણમાં પલટો આવ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.

અમદાવાદ:  રાજ્યમાં પ્રિમોનસૂન એક્ટિવિટીથી વાતાવરણમાં પલટો આવ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડમાં વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.  દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે. પ્રિ-મોનસૂન એક્ટીવિટીના કારણે અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ છે.  તેજ પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થયો છે.  અમદાવાદના લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે.   

સતત બીજા દિવસે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સરહદીય વાવ,થરાદ, સુઇગામ, ભાભર ધાનેરા સહિતના વિસ્તારોમાં ઠંડા પવન સાથે વાદળ છાયું વાતવરણ સર્જાયું છે. બનાસકાંઠા વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી છે. બાજરી,એરંડા,જુવાર સહિતના પાકોમાં  નુક્સાનની ભીતિ છે. 

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રીના પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઈ ચાવડાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ભાજપના મહામંત્રી નાગદાન ચાવડાના સાઢુના ભાઈએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. ગઈકાલે  39 લાખ રૂપિયાની લેતીદેતી મામલે જિલ્લા ભાજપ અગ્રણીના પુત્રએ બોટલનો ઘા કર્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સુરેશ નગદાનભાઈ ચાવડા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. ઉલ્લેખનીય છે કે નાગદાન ચાવડાના સગા સાઢુનો નાના ભાઇ મહિપતભાઈ ડાંગરએ ફરિયાદ કરી છે. ફરિયાદી મહિપતભાઇ એ 2017 માં 39 લાખ સુરેશ નગદાન ચાવડા પાસેથી હાથ ઉછીના લીધા હતા. જે બાદ માથાકૂટ થતાં મહિપતભાઈએ સુરેશને 39 લાખના રૂ 1 કરોડ ને 92 લાખ આપ્યા હતા. છતાં ગઈકાલે સવા કરોડની માગણી સાથે સુરેશે મહિપતભાઈની ઓફિસે તોડફોડ કરી હતી. પોલીસે સુરેશ નાગદાન ચાવડા વિરૂદ્ધ  ગુનો દાખલ કર્યો છે. 

સમગ્ર મામલે ડીસીપી ઝોન-2 સુધીર કુમાર દેસાઈએ નિવેદન આપ્યું હતું. સુરેશ નાગદાન ભાઈ ચાવડા વિરુદ્ધ 452, 504 ,287, 506/2 મનીલેન્ડિંગ 540,42 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધા તેનું સ્ટેમ્પ પેપર પર લખાણ છતાં સુરેશ ચાવડાએ વ્યાજની વધુ માંગણી કરી તોડફોડ કરી હતી. વ્યાજ મામલે મનીલેન્ડીગ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરાયો છે. સમગ્ર મામલે આરોપીને શોધવા તપાસ હાથ ધરાઇ છે. 

ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે રહેતા અને રામાપીર ચોકડી પાસે નંદકિશોર બિલ્ડિંગ મટિરિયલ નામે ઓફિસ ધરાવતા નિર્મળભાઇ રતાભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, પોતે તથા તેના મોટાભાઇ મહિપતભાઇ ડાંગર સંયુક્તમાં ઉપરોક્ત સ્થળે વેપાર કરે છે. નાગદાન ચાવડા તેમના સગા સાઢુભાઇ થાય છે.નાગદાન ચાવડાના પુત્ર સુરેશે વર્ષ 2017માં નિર્મળભાઇના મોટાભાઇ મહિપતભાઇને હાથઉછીના રૂ.39 લાખ આપ્યા હતા અને આઠ મહિના બાદ જ રૂ.1.92 કરોડની ઉઘરાણી કરી હતી, સુરેશ સાઢુભાઇનો પુત્ર થતો હોવાથી પરિવારમાં માથાકૂટ થાય નહીં તે માટે તેને રૂ.1.92 કરોડ ચૂકવવામાં આવ્યા હતા અને તે અંગેનું લખાણ પણ તેની પાસે કરાવવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક દિવસથી ભાજપ આગેવાન નાગદાનના પુત્ર સુરેશે ફરીથી નાણાંની ઉઘરાણી શરૂ કરી હતી અને રૂ.1.25 કરોડ આપવા પડશે તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું.

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Harsh Sanghavi Statement: 2030માં પણ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી!: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત; ભારતીય મૂળના નાવી પિલ્લઈને મળ્યું સન્માન
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

Embed widget