Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસ્યો વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 8.11 ઈંચ
Gujarat Rain Update: રાજ્યમાં આજથી ફરી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. જાણીએ ક્યાં કેટલો વરસ્યો.

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસ અતિ ભારે વરસાદ પડશે, હવામાન વિભાગે 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ
હવામન વિભાગની આગાહી વચ્ચ્ચે છેલ્લા 24 કલાકમાં તાલુકામાં પાંચથી સવા આઠ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઈંચ વરસાદ વરસ્યો જાણીએ અન્ય વિસ્તારમાં કયાં કેટવો વરસાદ પડ્યો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં વરસાદ
- 24 કલાકમાં ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઈંચ વરસાદ
- જાંબુઘોડામાં 6.89 ઈંચ વરસાદ
- બોડેલીમાં 6.46, પાવી જેતપુરમાં 5.71 ઈંચ વરસાદ
- ભરૂચમાં 5.39 ઈંચ, નેત્રંગમાં 5.35 ઈંચ વરસાદ
- અંકલેશ્વરમાં 4.96, સોનગઢમાં 4.92 ઈંચ વરસાદ
- સંખેડામાં 4.80, ગરુડેશ્વરમાં 4.72 ઈંચ વરસાદ
- ડભોઈમાં 4.17 ઈંચ, ડભોઈમાં 4.17 ઈંચ વરસાદ
- ક્વાંટમાં 3.78 ઈંચ, ડેડિયાપાડામાં 3.70 ઈંચ વરસાદ
- ખંભાતમાં 3.92 ઈંચ, સાગબારામાં 3.58 ઈંચ વરસાદ
- વ્યારામાં3.58, વ્યારામાં 3.58 ઈંચ વરસાદ
- સિંગવડમાં 3.50 ઈંચ, હાંસોટમાં 3.50 ઈંચ વરસાદ
- માંગરોળમાં 3.50 ઈંચ, નસવાડીમાં 3.43 ઈંચ વરસાદ
- કરજણમાં 3.39 ઈંચ,સંજેલીમાં 2.95 ઈંચ વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 5 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધશે ખાસ કરીને ગુજરાત રિજનમાં ભારે વરસાદનું અનુમાન છે. મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં આ રાઉન્ડમાં અતિભારે વરસાદનું એલર્ટ છે. આ રાઉન્ડમાં મેઘરાજાની તોફાની બેટિંગની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આજથી 3 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી છે.આજે નવસારી, ડાંગ, વલસાડમાં દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે. તો ઉત્તર ગુજરાત અને રાજ્યના આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સારા વરસાદની અસરથી સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે.નર્મદા નદીમાં 4 લાખ 46 હજાર 451 ક્યૂસેક પાણી છોડાયું છે. ડેમના 23 દરવાજા અઢી મીટર ખોલી નદીમાં પાણી છોડાયું છે. ઉપરવાસમાંથી 5 લાખ 30 હજાર 291 ક્યૂસેક પાણીની આવક થઇ છે.ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના 27 ગામને કરાયા એલર્ટ કરવામાં આવ્યાં છે. નર્મદા ડેમની મહતમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમનું જળસ્તર હાલમાં 135.93 મીટર પહોંચ્યું છે.
તાપીના ઉકાઈ ડેમના 12 દરવાજા પણ ખોલવામાં આવ્યાં છે. તાપી નદીમાં 1 લાખ 63 હજાર 148 પાણી ક્યૂસેક છોડાઈ રહ્યું છે.ઉકાઈ ડેમની જળ સપાટી 337.90 ફૂટ પર પહોંચી છે. જેના પગલે તાપી નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીના વરસાદમાં ઉકાઈ ડેમ 83.41 ટકા ભરાયો છે. ...





















