શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ? જાણો
15 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ, 125 તાલુકામાં 19.72થી 39.37 ઈંચ, 111 તાલુકામાં 19.72 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ, વડોદરા સહીત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આવતીકાલે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતા વરસાદી ઝાપટા પડશે. લો પ્રેશર સિસ્ટમની અસરથી ઉત્તર ગુજરાતના મહેસણા, પાટણ, બનાસકાંઠા સહીત વિસ્તારમાં વધુ અસર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં હાલ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાનો પવન છે. હાલની સ્થિતિ પ્રમાણે સોમવારે સુરત, ડાંગ, નવસારી અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.
મંગળવારે ડાંગ અને તાપી તો ગુરૂવારે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જ્યારે શુક્રવારે દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 9.84 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એકપણ તાલુકા નથી. 15 તાલુકામાં 9.88થી 19.68 ઈંચ, 125 તાલુકામાં 19.72થી 39.37 ઈંચ, 111 તાલુકામાં 19.72 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion