Rupala Controversy: રાજ શેખાવત કમલમ પહોંચે તે પહેલા જ અમદાવાદ એરપોર્ટથી જ કરાઇ અટકાયત
રાજ્યમાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેની સાથે પરષોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધે પણ જોર પકડ્યું છે. હજુ પણ આ વિવાદ શમ્યો નથી. ક્ષત્રિયોનો રોષ યથાવત છે.
Rupala Controversy:એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રોજકોટની લોકસભાની બેઠક પરના ઉમેદવારને લઇને થયેલો વિવાદ હજુ શમ્યો નથી. રૂપાલાના નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે. ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ સતત રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરી રહ્યો છે. ગાંધીનગરના કમલમ ખાતે રજપૂત સમાજે આજે ઘેરાવ કર્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં જોડાય તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ક્ષત્રિય મહિલાઓ પરશોતમ રૂપાલાના નિવેદનને લઇને રોષમાં છે અને ટિકિટ રદ્દ કરવા માંગણી કરી રહ્યાં છે. જો આવું ન થાય તો ક્ષત્રિય મહિલાઓએ જોહરની જાહેરાત કરી હતી. જેને લઇને આ મહિલાઓને પણ નજરકેદ કરવામાં આવી હતી. થોડા સમય પહેલા પ્રજ્ઞા બાએ પણ જૌહરની ચીમકી સોશિયલ મીડિયા દ્રાર આપી છે.
પરષોતમ રૂપાલાએ કરી બેટિંગ
સમગ્ર ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજની બહેનો વિરૂદ્ધ રૂપાલાએ કરેલી અભદ્ર ટિપ્પણીનો પડઘો હવે ગુજરાત બહાર પણ પડ્યો છે. રાજ્યની સાથે સાથે હવે ઠેર ઠેર રૂપાલાની સામે વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજાઇ રહી છે. ક્ષત્રિય સમાજ ભાજપ પાસે એક જ માંગ પર અડ્યો છે કે, રૂપાલાની ટિકીટ રાજકોટ બેઠક પરથી રદ્દ કરવી જોઇએ. પરંતુ આ તમામ વિવાદોની વચ્ચે રૂપાલા હાલમાં જ સુરતમાં એક ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમવા ઉતર્યા હતા. આ દરમિયાન ક્રિકેટરો સાથે ચોગ્ગા-છગ્ગાની રમઝટ જમાવી હતી.
તાજેતરમાં જ ભાજપ નેતા રૂપાલાનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં પરશોત્તમ રૂપાલા સુરતમાં ક્રિકેટ રમતા જોઇ શકાય છે. ખરેખરમાં, રવિવારે પરશોત્તમ રૂપાલા સુરતમાં પ્રચારમાં હતા, તે દરમિયાન તેમને વિવાદને બાજુ પર મુકીને ક્રિકેટની મજા માણી હતી. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્રિકેટ રમતા દ્રશ્યો સામે આવ્યા છે. રવિવારે રૂપાલા પ્રચાર માટે સુરત આવ્યા હતા, અહીં તેમને આ દરમિયાન પાટીદારો સાથે મીટિંગ કરી હતી. બાદમાં રૂપાલા સુરતમાં RJPL ક્રિકેટ લીગની ક્રિકેટ મેચમાં મુલાકાત માટે પહોંચ્યા હતા. અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ પર રૂપાલાએ હાથમાં બેટ લીધું અને ક્રિકેટરો સાથે ક્રિકેટ રમી હતી. તેમને મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. રાજકારણ હોય કે ક્રિકેટ ગ્રાઉન્ડ રૂપાલા બેટિંગ કરવામાં માહેર છે.