શોધખોળ કરો

Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતા હવામાન વિભાગે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં સક્રિય ચોમાસું, 13 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ.
  • દક્ષિણ, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદથી જળબંબાકારની શક્યતા.
  • છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના.
  • અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ, વહીવટી તંત્ર એલર્ટ.

Gujarat Heavy Rain: ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતા હવામાન વિભાગે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે હવામાન વિભાગે 13 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપ્યું છે. રાજ્યના વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે નાગરિકોને પણ બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરાઈ છે.

આજે 13 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગે આજે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, અનેક વિસ્તારોમાં યલો એલર્ટ

આજે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો- Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

અમદાવાદ સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વિશેષ ચેતવણી

હવામાન વિભાગે આજે અમદાવાદ માટે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદી-નાળાઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. 

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થતાં અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હવામાન વિભાગે અગાઉ જ શહેરમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટની આગાહી કરી હતી, જેના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે. 

આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ અને દાદરા-નગર હવેલી, તેમજ નર્મદા, ભરૂચ, વલસાડ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget