શોધખોળ કરો

Gujarat Rain: પોરબંદર, દ્વારકા, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેશે.  સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર તો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેશે.  સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર તો દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે.

સુરતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે.  જ્યાં 8 ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવે છે જ્યાં સાડા ચાર ઈંચથી સવા આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

આ તરફ કચ્છ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા,તાપી અને ડાંગ માટે આજના દિવસે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યલો એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવે છે જ્યાં અઢીથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. 

સિઝનનો અત્યાર સુધીમાં 38.28 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 57.10 ટકા તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં  51.10 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં  40.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.09 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 23.86 ટકા  વરસાદ વરસી ચૂક્યો છે.  

NDRFની 10 ટીમો તૈનાત

અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે 16 જળાશયો ભરાયા છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો

આ ઉપરાંત સરદાર સરોવર ડેમ સહિત 36 જળાશયો અને 25 ડેમ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે તેમની કુલ ક્ષમતાના 50 થી 70 ટકા જેટલું ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં અસાધારણ રીતે ભારે વરસાદ થયો હતો અને જૂનાગઢ અને પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થયો હતો.

ભારે વરસાદનું અનુમાન

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે જે સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરે છે અને દક્ષિણ-પશ્ચિમ તરફ વળેલું છે. મંગળવાર સવાર સુધી સૌરાષ્ટ્ર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સાથે અતિ ભારે વરસાદનું અનુમાન છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget