શોધખોળ કરો

પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી ભાવિના પટેલને 3 કરોડનું ઈનામ, જાણો રૂપાણી સરકાર બીજું શું આપશે ?

ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલ પર ઈનામોની વર્ષા શરૂ થઈ છે

ટોક્યોઃ ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલ પર ઈનામોની વર્ષા શરૂ થઈ છે. પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલને 3 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ગુજરાતની વિજય રૂપાણી સરકારે જાહેરાત કરી છે.

ટોક્યો પેરાઓલિમ્પિકમાં મહિલા ટેબલ ટેનિસ ક્લાસ-4ના ફાઈનલમાં સિલ્વર મેડલ જીતીને દુનિયાભરમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કરનાર ભાવિના પટેલને  રૂપાણી સરકાર 3 કરોડના ઇનામની જાહેરાત ઉપરાંત સરકારી નોકરી પણ આપશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિધ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી રૂપાણીએ ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે પોતાના ખેલ કૌશલ્યથી ગૌરવ અપાવનારી ગુજરાતની દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ મુખ્યમંત્રી રૂપાણીએ ભાવિનાને શુભકામના પાઠવી હતી

ટોક્યો પેરાલિમ્પિક ગેઈમ્સમાં ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી ગુજરાતી યુવતી ભાવિના પટેલની સંઘર્ષની કથા લાખો લોકો માટે પ્રેરણાદાયી છે.  પેરાલિમ્પિક ગેઈમ્સમાં મહિલા સિંગલ ક્લાસ 4 વર્ગના ફાઈનલમાં ભાવિના પટેલે હારનો સામનો કરવો પડ્યો હતો પણ  આ હાર છતાં ભાવિના પેરાલિમ્પિકમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બની ગઈ છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. 

ગુજરાતના મહેસાણાની વતની ભાવિના પટેલનું જીવન દૃઢ સંકલ્પનો પર્યાય છે. ભાવિનાને માત્ર 12 મહિનાની ઉંમરે પોલિયો થયો હતો અને તેના કારણ તેમનું જીવન અંધકારમય લાગતું હતું. જો કે ભાવિનાનાં માતા-પિતાએ હતાશ થયા વિના તેને સારી તાલીમ આપતા તે ઈતિહાસ રચી શકી છે.

રવિવારે 34 વર્ષીય ભાવિનાને ફાઈનલમાં ચીનની વર્લ્ડ નંબર-1 ઝાઉ યિંગે 11-7, 11-5, 11-6થી હાર આપી હતી. આ પહેલાં ભાવિનાએ શનિવારે સેમીફાઈનલમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હારઆપીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.  વર્તમાન પેરાલમ્પિકમાં આ ભારતનો પહેલો મેડલ છે. ભાવીનાએ પહેલા સેટમાં ઝાઉ યિંગને સારી ટક્કર આપી હતી. પરંતુ ચીનની 2 વખતની પૂર્વ ગોલ્ડ મેડાલિસ્ટે એક વખત લય મેળવીને ભારતીય ખેલાડીને કોઈ તક નહોતી આપી અને સીધી ગેમમાં સરળ વિજય નોંધાવ્યો હતો. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
"ફાંસી આપવામાં વિલંબ એ તેને આજીવન કેદમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે" - સુપ્રીમ કોર્ટે
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં દીકરીઓ અસલામતTantrik Custodial Death Case : મૃતક તાંત્રિક નવલસિંહને લઈ મોટો ખુલાસો, ક્યાંથી શીખ્યો તાંત્રિક વિદ્યા?Mumbai Bus Accident : મુંબઈનો ‘યમરાજ’ બસ ડ્રાઇવર : બ્રેક ને બદલે એક્સિલેટર દબાવ્યું ને 7નો લીધો ભોગSurat Murder CCTV : સુરતમાં યુવકે વેપારીની જાહેરમાં જ છરીના ઘા મારી કરી નાંખી હત્યા, સીસીટીવી આવ્યા સામે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, આ જિલ્લાઓમાં હવામાન વિભાગે કરી કોલ્ડ વેવની આગાહી 
"ફાંસી આપવામાં વિલંબ એ તેને આજીવન કેદમાં પરિવર્તિત કરવા માટેનો આધાર છે" - સુપ્રીમ કોર્ટે
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
મોદી સરકારનો માસ્ટર સ્ટ્રૉક, આ મુદ્દા પર એકસાથે આવ્યા રશિયા-યૂક્રેન, અમેરિકાના હોશ ઉડ્યા
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
ભારતમાં ઝડપથી વધુ રહી છે આ બીમારીઓ, લિસ્ટ જોઇને ઉડી જશે તમારા હોશ
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Boeing Layoff: પ્લેન બનાવનારી કંપનીએ કરી મોટી છટણી, એક ઝાટકે 900 કર્મચારીઓને કાઢી મુક્યા
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
Digital Ration Card: ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં ડાઉનલોડ કરી શકો છો ડિજિટલ રાશન કાર્ડ ? જાણો સરળ પ્રોસેસ
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
Champions Trophy 2025: આ શરત પર 'હાઇબ્રિડ મોડલ' માટે તૈયાર થશે પાકિસ્તાન, જાણો શું રાખી માંગ?
ટીમ ઈન્ડિયા કઈ રીતે કરશે WTC ફાઈનલમાં એન્ટ્રી, જાણી લો આ 4 સમીકરણો
ટીમ ઈન્ડિયા કઈ રીતે કરશે WTC ફાઈનલમાં એન્ટ્રી, જાણી લો આ 4 સમીકરણો
Embed widget