શોધખોળ કરો
Advertisement
ગુજરાત ભાજપના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘જો બંગાળમાં ભાજપ જીતશે તો ગુજરાતમાં ચૂંટણી....’
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ સફળતા મળી અને જિલ્લા પંચાયત અને જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતમા ભાજપનો ભગવો લહેરાયો છે.
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલ જીતથી મંત્રી રમણ પાટકર હવામાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. કારણે કે ઉમરગામના ઘોડિપાડામાં યોજાયેલ ભાજપના ઉમેદવારોના અભિવાદન સમારોહમાં રમણ પાટકરે ચૂંટણી વહેલી યોજાવાના સંકેત આપ્યા છે.
તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં જો ભાજપની જીત થશે તો શક્ય છે કે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. સાથે જ કહ્યું કે દેશ અને રાજ્યમાં ભાજપ તરફી વાતાવરણ જોવા મળ્યું છે. આવા ગરમ માહોલમાં વહેલી ચૂંટણી આવે તો નવાઈ નહી.
પરંતુ રમણ પાટકર તે ભુલી ગયા કે ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી ક્યારે યોજવી તે ચૂંટણી પંચ નક્કી કરશે. આ કામ નેતાઓનું નથી.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ સફળતા મળી અને જિલ્લા પંચાયત અને જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતમા ભાજપનો ભગવો લહેરાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion