શોધખોળ કરો

Chhota Udepur Result: આ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની ફક્ત 1 મતથી જીત

Gujarat Election Result: છોટા ઉદેપુર નગર પાલિકાના ચૂંટણી પરિણામ આવવા લાગ્યા છે. જેમાં વોર્ડ નં ૧ માં કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે.

Chhota Udepur Election Result: ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે. પરિણામમાં બીજેપીનો દબદબો જોવા મળ્યો છે. 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણીનાં પરિણામમાં ભાજપે 62 પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસે એક સલાયા પાલિકા પર કબજો કર્યો છે, તો બે પાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કર્યો છે. 

છોટા ઉદેપુર નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર

છોટા ઉદેપુર નગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. અહીં ભાજપને 8 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 1 બેઠક મળી છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 6, બહુજન સમાજવાદી પાર્ટીને 4, ભારત નિર્માણ મંચ પાર્ટીને 1, સર્વ સમાજ પાર્ટી 4 અને અપક્ષ 4 મળી કુલ 28 સભ્યો ચૂંટાયા છે.

છોટાઉદેપુરમાં સપાના ઉમેદવારનો 1 મતથી વિજય

સૌથી ચોંકાવનારુ પરિણામ વોર્ડ નંબર 5માંથી આવ્યું છે.  છોટાઉદેપુરની નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફિસ શેખનો ફક્ત એક મતથી વિજય થયો છે.  તમને જણાવી દઈએ કે, છોટા ઉદેપુર નગરપાલિકાની કુલ 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટાઈ હતી. જેમાં ભાજપ 8 બેઠક, સપા 6 બેઠક, બસપા 4 બેઠક તેમજ કોંગ્રેસ 1 બેઠક અને અન્યના ખાતામાં 9 બેઠક આવી હતી. તો બીજી તરફ ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ રાણાવાવ અને કુતિયાણા એમ બે નગરપાલિકા પણ કબજે કરી છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એસપીએ જોરદાર પ્રદર્શન કર્યું છે. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા પર એસપીનો વિજય થયો છે. તમને જણાવી દઈએ કે, આ નગરપાલિકામાં કાંધલ જાડેજાનો દબદબો છે અને કાંધલ જાડેજા એસપીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ભાજપને 10 સીટ મળતા ઢેલી બહેનને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. આમ તેમના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે.

રાણાવાવમાં કાંધલ જાડેજા જ કિંગ
રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. તમને જણાવી દઈએ કે, અહીં કાંધલા જાડેજા ધારાસભ્ય છે. તમને જણાવી દઈએ કે, પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુતિયાણામાં 59.83 ટકા મતદાન અને રાણાવાવ પાલિકામાં કુલ 50.19 ટકા મતદાન થયું હતું. આજે એટલે કે, મંગળવારે મત ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં રાણાવાવમા 7 વોર્ડના 7 રાઉન્ડમાં તથા કુતિયાણામાં 6 વોર્ડમાં 6 રાઉન્ડમાં મત ગણતરી થઈ છે. રાણાવાવમાં 7 ટેબલ અને કુતિયાણામાં 3 ટેબલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી.

 ઉલ્લેખનીય છેકે, રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં તમામ 7 વોર્ડમાં ભાજપના 28 અને સમાજવાદી પાર્ટીના 28 ઉમેદવારો તથા કુતિયાણા નગર પાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં ભાજપના 24 અને સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા  મહત્વની વાત એ છે કે આ વખતે કુતિયાણા પાલિકાની ચૂંટણી પર સમગ્ર ગુજરાતની મીટ મંડાઈ હતી. કુતિયાણા પાલિકામાં અત્યાર સુધી એટલે કે 1995 થી ઢેલીબેન ઓડેદરાનું શાસન ચાલતું હતું. આ વખતે ઢેલીબેન ઓડેદરાની સામે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ તેના સગ્ગા ભાઈ કાના સહિતની ટીમ સમાજવાદી પાર્ટીમાંથી પાલિકામાં ઉતારી હતી. જેમાં કાના જાડેજાની ટીમનો વિજય થયો છે.

આ પણ વાંચો....

Gujarat Local Polls 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
Embed widget