શોધખોળ કરો

Gujarat Local Polls Result 2025: સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય

Gujarat Local Polls 2025: તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર 1માં પણ ભાજપની પેનલનો વિજય થયો હતો

Gujarat Local Polls 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય માણસા નગરપાલિકાની વોર્ડ- નંબર 1માં પણ ભાજપની પેનલનો વિજય થયો હતો. તે સિવાય લુણાવાડા અને બાલાસિનોરમાં ભાજપની પેનલ આગળ છે. સંતરામપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલ આગળ છે. ખાનપુર-કનોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ભાણવડની 24 પૈકી 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર કરાયા હતા.

નોંધનીય છે કે ગત 16 ફેબ્રુઆરીએ યોજાયેલી સ્થાનિક સ્વરાજના ચૂંટણી જંગનું આજે પરિણામ આવી રહ્યું છે. સવારે નવ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે, જેમાં જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગર પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી તથા સ્વરાજ્યના એકમોની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીઓ પર તમામની નજર છે.

ચાર નગરપાલિકામાં પહેલા જ ભાજપની જીત

ચાર નગરપાલિકામાં વિપક્ષ કોણ બનશે તે નક્કી કરવા માટે જ મતદાન કરવામાં આવ્યું હતું. કારણ કે આ 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ હતી. બિનહરીફ બેઠકો જીતી ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું. જેમાં ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં ભાજપને બહુમતી મળી ગઈ હતી.

68 નગરપાલિકામાં અંદાજે 62 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં જૂનાગઢ મનપામાં અંદાજે 43 ટકા જેટલું મતદાન થયું હતુ. કુલ 3 તાલુકા પંચાયતમાં પણ અંદાજે 66 ટકા આસપાસ મતદાન થયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ  હતી. જેના પગલે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.

ચૂંટણી પહેલા જ 68 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠક પૈકી 8 બેઠક સંપૂર્ણ બિનહરિફ થઈ છે.                

Local Body Election Result: માણસામાં ખુલ્યુ ભાજપની જીતનું ખાતું, વૉર્ડ નંબર-1 પેનલનો વિજય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ

હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી

UPI યૂઝર્સ  સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ

Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશHun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલોનો 'વીમો' છે!Hun To Bolish : હું તો બોલીશ : સરકારી કચેરીઓમાં ધરમ ધક્કા કેમ?Gujarat Police: ગુજરાતમાં ગુંડાઓના અડ્ડાઓ પર પોલીસની સ્ટ્રાઈક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
અફઘાનિસ્તાનમાં રાત્રે 1 વાગ્યે આવ્યો જારદાર ભૂકંપ, 4.9 તીવ્રતાના કારણે લોકોમાં ગભરાટ સાથે મચી ગઇ નાસભાગ
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
હવે પેન્શનનું ટેન્શન નહીં! નવી પેન્શમ સ્કીમનું નોટિફિકેશન જાહેર, આ કર્મચારીઓને 50% ની ગેરંટી
UPI યૂઝર્સ  સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
UPI યૂઝર્સ સાવધાન! 1 એપ્રિલથી આ નંબરો પર બંધ થઈ જશે સેવા,નહીં થઈ શકે પેમેન્ટ
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
Smart TVની સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ ભૂલ, થશે મોટું નુકસાન, બદલાવું પડશે ટીવી
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે લોન્ચ કર્યું એન્થમ સોંગ,વીડિયોમાં જોવા મળ્યો બોલિવૂડ સુપરસ્ટાર

Trending News: ભારે કરી! નશાની હાલત ઓટો લઈને પેટ્રોલ પંપ ઉડાવવા નિકળ્યો યુવક,રીક્ષા સાથે પટકાતા થયા આવા હાલ, જુઓ વીડિયો

સરકારનો ઘટસ્ફોટ! 10 હજારથી વધુ ભારતીયો વિદેશી જેલમાં કેદ છે, આટલા લોકો જોઈ રહ્યા છે મોતની રાહ

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

Embed widget