Gujarat Election: અખિલેશ યાદવની સાઈકલ ફરી વળી ,આ બે નગરપાલિકા પર કર્યો કબજો
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. જુનાગઢ મનપા અને 68 નગરપાલિકાના પરિણામની જાહેરાત પૂર્ણતાને આરે છે.

Gujarat Municipal Election: ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. જુનાગઢ મનપા અને 68 નગરપાલિકાના પરિણામની જાહેરાત પૂર્ણતાને આરે છે. જાહેર પરિણામમાં 58 નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. તો સલાયા નગરપાલિકામાં કોંગ્રેસને બહુમતી મળી છે. જ્યારે રાજ્યની એક નગરપાલિકામાં ટાઈ થઈ છે. તો બે નગર પાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે.
રાણાવાવ અને કુતિયાણા બેઠક પર એસપીનો કબજો
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એસપીએ જોરદાર પ્રદર્શન કર્યું છે. રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા પર એસપીનો વિજય થયો છે. તમને જણાવી દઈએ કે, આ નગરપાલિકામાં કાંધલ જાડેજાનો દબદબો છે અને કાંધલ જાડેજા એસપીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. કુતિયાણા નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો યથાવત રહ્યો છે. જ્યારે ભાજપને 10 સીટ મળતા ઢેલી બહેનને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઢેલીબેન 1995થી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. આમ તેમના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે.
રાણાવાવમાં કાંધલ જાડેજા જ કિંગ
રાણાવાવ નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ કબજો કરી લીધો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. તમને જણાવી દઈએ કે, અહીં કાંધલા જાડેજા ધારાસભ્ય છે. તમને જણાવી દઈએ કે, પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુતિયાણામાં 59.83 ટકા મતદાન અને રાણાવાવ પાલિકામાં કુલ 50.19 ટકા મતદાન થયું હતું. આજે એટલે કે, મંગળવારે મત ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં રાણાવાવમા 7 વોર્ડના 7 રાઉન્ડમાં તથા કુતિયાણામાં 6 વોર્ડમાં 6 રાઉન્ડમાં મત ગણતરી થઈ છે. રાણાવાવમાં 7 ટેબલ અને કુતિયાણામાં 3 ટેબલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છેકે, રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં તમામ 7 વોર્ડમાં ભાજપના 28 અને સમાજવાદી પાર્ટીના 28 ઉમેદવારો તથા કુતિયાણા નગર પાલિકાની ચૂંટણીમાં 6 વોર્ડમાં ભાજપના 24 અને સમાજવાદી પાર્ટીના 24 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા મહત્વની વાત એ છે કે આ વખતે કુતિયાણા પાલિકાની ચૂંટણી પર સમગ્ર ગુજરાતની મીટ મંડાઈ હતી. કુતિયાણા પાલિકામાં અત્યાર સુધી એટલે કે 1995 થી ઢેલીબેન ઓડેદરાનું શાસન ચાલતું હતું. આ વખતે ઢેલીબેન ઓડેદરાની સામે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ તેના સગ્ગા ભાઈ કાના સહિતની ટીમ સમાજવાદી પાર્ટીમાંથી પાલિકામાં ઉતારી હતી. જેમાં કાના જાડેજાની ટીમનો વિજય થયો છે.
આ પણ વાંચો.....
Local Body Election Result 2025: રાજ્યની આ નગરપાલિકામાં બસપા બન્યું કિંગ મેકર, જાણો કેટલી બેઠકો જીતી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
