શોધખોળ કરો

Local Body Election Result 2025: રાજ્યની આ નગરપાલિકામાં બસપા બન્યું કિંગ મેકર, જાણો કેટલી બેઠકો જીતી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી.

Local Body Election Result 2025  : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. જૂનાગઢ જિલ્લાની માંગરોળ નગરપાલિકામાં ટાઈ થઈ છે. અહીં ભાજપ અને કૉંગ્રેસને 15-15 બેઠકો મળી છે. જ્યારે માયાવતીની પાર્ટી બહુજન સમાજપાર્ટીએ અહીં 4 બેઠકો પર જીત મેળવી છે.  બસપાના ઉમેદવારો જેની સાથે જશે તેમની પાલિકામાં સત્તા આવશે. 

માંગરોળ નગરપાલિકામાં BSP કિંગ મેકર 

નગરપાલિકાનું નામ : માંગરોળ 
કૂલ વોર્ડ : 9
કુલ બેઠકો : 36

માંગરોળ નગરપાલિકાનું પરિણામ 

ભાજપ -  15
કોંગ્રેસ -  15
અન્ય - 1
આપ - 1
BSP- 4 

જીતેલા ઉમેદવારોના વિજય સરઘસ પર પથ્થરમારો

જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કૉંગ્રેસના વિજેતા ઉમેદવારોનું સરઘસ નિકળ્યું હતું.   ચિતાખાના પાસે જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નિકળ્યું હતું. આ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારની ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.  વિજય સરઘસમાં ઘર્ષણ થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. એકથી બે લોકોને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.   

જૂનાગઢ  મહાનગરપાલિકા  

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપે 44  બેઠકો પર જીત મેળવી છે. કૉંગ્રેસે 7 અને અન્યના ખાતમાં 1 બેઠક આવી છે.  જૂનાગઢ મહાનગરપાલિકામાં મોટો ઉલટફેર થયો છે. ભાજપના નેતા ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. વોર્ડ નંબર-9માં ગિરીશ કોટેચાના પુત્રની હાર થઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક અપક્ષના ખાતામાં જતી રહી છે. ગિરિશ કોટેચા જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે.

5 હજાર ઉમેદવારો મેદાનમાં હતા 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદારો મેદાનમાં ઉતર્યા હતા અને કુલ 36 લાખ 71 હજાર 479 મતદારોને મતાધિકાર મળ્યો હતો. રાજ્યમાં પાલિકા-પંચાયતના યોજાયેલા મતદાનમાં ઘણા મતદાન મથકો પર મતદારોની લાંબી લાંબી કતારો પણ જોવા મળી હતી.                                

ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ 7036 ઉમેદવારીપત્રો દાખલ થયા હતા, જેમાંથી 1261 પત્રો અમાન્ય ઠર્યા, જ્યારે કે 5775 ઉમેદવારોની ઉમેદવારી માન્ય રાખવામાં આવી. જે બાદ 478 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા, જેના કારણે 213 બેઠકો બિનહરીફ થઈ ગઈ. જેના પગલે હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5 હજાર 84 ઉમેદવારો ચૂંટણીના જંગમાં મેદાને ઉતર્યા હતાં.  

Local Body Election Result 2025: ધોરાજી પાલિકામાં BJPનો ભગવો લહેરાયો, જાણો કેટલી બેઠકો જીતી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજી
Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજી
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજીAhmedabad Girl Mysterious Death : અમદાવાદની હોટલમાંથી યુવતીની લાશ મળતા ખળભળાટ , પ્રેમીએ કરી હત્યા?Godhara News : 72 વર્ષના વૃદ્ધના પ્રાઇવેટ પાર્ટમાં ફયાયું ઢાંકણું, ભારે જહેમત બાદ કઢાયું બહારGandhinagar Double Murder : ઇન્સ્ટાગ્રામ સ્ટાર પૂનમ ઠાકોરના પતિએ આડા સંબંધની શંકામાં કરી બેની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજી
Stock Market Today Update: હોળી બાદ શેર માર્કેટમાં ભારે ઉછાળો, 400 પાર સેંસેક્સ,નિફ્ટીમાં પણ તેજી
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને આપી મંજૂરી, ઇસરોના પ્રમુખે આપી જાણકારી
Chandrayaan-5 Mission: કેન્દ્ર સરકારે 'ચંદ્રયાન-5' મિશનને આપી મંજૂરી, ઇસરોના પ્રમુખે આપી જાણકારી
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
Embed widget