શોધખોળ કરો
સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો, જાણો કેટલે પહોંચી ડેમની સપાટી?
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની સપાટી હાલ 121 મીટર પહોંચી છે. જેને કારણે ત્રણ પાવર હાઉસ પણ શરૂ કરી દેવાયા છે. એટલું જ નહીં, પણ કેનાલમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે,

નર્મદાઃ ગુજરાતની જીવાદોરી અને નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી 68,023 ક્યુસેક પાણીની આવક થતાં હાલ ડેમની સપાટી 121.96 મીટર પર પહોંચી ગઈ છે. હાલ, 24 કલાકમાં 24 સેમીનો વધારો થઈ રહ્યો છે. એક વર્ષ બાદ ડેમના CHPHના 3 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. 24 કલાકમાં 1,12,357 પાવર ઉત્તપન્ન થયું. હાલ ડેમમાં 1690 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ગુજરાતમાં સિંચાઇ માટે પણ કેનલમાં પાણીનો વધારો કરવામાં આવ્યો છે. ગઈ કાલથી કેનાલમાં 12,872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દરવાજા સુધી પાણી પહોંચ્યું છે, જ્યારે 121.92 મીટર સુધી સીમેન્ટ કોન્ક્રીટ છે. તો ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જૂનાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, જુઓ કેવો સર્જાયો રમણીય માહોલ? કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રાપરમાં દોઢ ઇંચ વરસાદ, જુઓ વીડિયો મુંબઈમાં સાંબેલાધાર વરસાદઃ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















