શોધખોળ કરો

Gujarat Rain Update: શેત્રુજી અને આંબાજળ નદીમાં ભર ઉનાળે પૂર આવ્યું, અમરેલીમાં આભમાંથી વરસ્યા કરા

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના 15 જિલ્લામાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટી નુકસાની ગઈ છે. કેરી,ચીકુ અને કપાસના પાકને મોટી નુકસાની ગઈ છે.

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના 15 જિલ્લામાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતીના પાકને મોટી નુકસાની ગઈ છે. કેરી,ચીકુ અને કપાસના પાકને મોટી નુકસાની ગઈ છે. અમરેલી અને જુનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. જૂનાગઢના આંબાજળ નદીમાં પૂર આવ્યું હતું. વિસાવદર પંથકમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. મુંડીયારાવણી, વેકરીયા, રાજપરા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે.

તો બીજી તરફ  અમરેલી જિલ્લામાં વરસાદ આવતા નદીમાં પુર આવ્યું હતું. ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ધારીના બોરડી ગામે શેત્રુજી નદીમાં પૂર આવ્યું હતું. તો ધારીના મીઠાપુર નક્કી ગામે પણ નદીમાં પૂર આવ્યું હતું. ધારીના મીઠાપુર, દલખાણીયા, કુબડા, ચાચઇ પાણીયા,ગીગાસણ, ગોવિંદપુર, ફાચરિયા, સરસિયા, જીરા, ખિસરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 

કેરી, ચીકુના ખેડૂતો ચિંતામાં મુકાયા

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો આજે સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકને ગરમીથી રાહત મળી છે.  તો બીજી તરફ કેરી, કપાસ અને ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 

આ ઉપરાંત હોળીના તહેવારના દિવસે ઠેક ઠેકાણે હોળીના દહનની તૈયારી ચાલુ હતી જે બાદ આયોજકો દ્વારા પ્લાસ્ટિકથી હોળીને ઢાકવાનો વારો આવ્યો છે. વીજળીના કડાકા થતા હોળી દહન માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

સુરત ઉપરાંત નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હળવા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે.

વલસાડના વાતાવરણમાં પલટો

અમરેલીમાં પણ કડાકા-ભડકા સાથે માવઠું

 અમરેલી જિલ્લામા સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. સાવરકુંડલા,  લાઠી, દામનગર, ધારી સહિતના વિસ્તારોમાં માવઠાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે કમોસમી કમોસમી વરસાદ ખાબક્યો છે.  ધારી, દલખાણીયા, મીઠાપુર, ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો. સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે વરસાદ છે. સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્યના નાના ભમોદ્રા, નેસડી,જીકિયાળી, ચરખડીયા, ઓળિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે, કેટલાક ગામોમાં કરા પણ પડ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Embed widget