શોધખોળ કરો

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

સ્કાયમેટના અનુમાન મુજબ રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સ્કાયમેટ: ગુજરાતમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદ રહેશે.
  • ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ.
  • અમદાવાદ સહિત જિલ્લાઓમાં 1 ઓગસ્ટે રેડ એલર્ટ.
  • પાણી ભરાવાની શક્યતા, તંત્રની સૂચનાઓ પાળવા અપીલ.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ (Skymet Weather) એ ગુજરાત માટે મહત્વપૂર્ણ વરસાદની આગાહી જાહેર કરી છે. સ્કાયમેટના અનુમાન મુજબ રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના

સ્કાયમેટના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે વરસાદની તીવ્રતા યથાવત રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ જનજીવન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્કાયમેટે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને આણંદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીની આવક વધવાની અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. સ્કાયમેટના અનુમાન મુજબ સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવાની અને હવામાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. 

આ પણ વાંચો- Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

ગુજરાતમાં રેડ એલર્ટ જારી 

હવામાન વિભાગે 1 ઓગસ્ટને લઈ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને અત્યંત ભારે વરસાદની શક્યતા છે. 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ

અમદાવાદમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો. વરસાદ શરૂ થતાં અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget