શોધખોળ કરો

Junagadh: સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ચોરવાડમાં SMC ની રેડ, લાખોના મુદ્દામાલ સાથે 42 જુગારી જડપાયા

Junagadh News: જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મોડી સાંજે મોટી કાર્યવાહી કરી હતી. ચોરવાડમાં ચાલતા જુગારધામ પર SMCની ટીમે દરોડો પાડી 42થી વધુ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હોવાની માહિતી સામે આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • જૂનાગઢના ચોરવાડમાં SMCએ મોડી સાંજે જુગારધામ પર દરોડો પાડ્યો.
  • દરોડામાં 42થી વધુ જુગારીઓ ઝડપાયા; લાખોનો મુદ્દામાલ જપ્ત થયો.
  • જુગારના વીડિયો વાયરલ છતાં સ્થાનિક પોલીસે કાર્યવાહી ન કરી.
  • SMCએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી, અન્ય જુગારધામોમાં ફફડાટ.

Junagadh News: જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ મોડી સાંજે મોટી કાર્યવાહી કરી હતી. ચોરવાડમાં ચાલતા હોવાના આક્ષેપવાળા જુગારધામ પર SMCની ટીમે દરોડો પાડી 42થી વધુ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હોવાની માહિતી સામે આવી છે. દરોડા દરમિયાન રોકડ રકમ, 11 બાઈક અને એક ફોરવ્હીલર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ દરોડા દરમિયાન SMCની ટીમે સ્થળ પરથી રૂ. 3,72,000ની રોકડ રકમ, 11 બાઇક અને 1 ફોર-વીલર વાહન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 

મળતી માહિતી પ્રમાણે, ચોરવાડમાં છેલ્લા બે દિવસથી જુગારધામના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ પણ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપો વચ્ચે SMCની ટીમે મોડી સાંજે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

આ પણ વાંચો...Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા

ચોરવાડ એ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું ગામ છે. તેમના ગામમાં જ SMCની મોટી કાર્યવાહી થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. જુગારધામ કોના આશીર્વાદથી ચાલી રહ્યું હતું અને સ્થાનિક સ્તરે તેની સામે સમયસર કાર્યવાહી કેમ ન થઈ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

SMCની ટીમે ચોરવાડ પોલીસને અંધારામાં રાખીને આ કાર્યવાહી કરી હોવાની માહિતી છે. દરોડા દરમિયાન 42થી વધુ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં ત્રણ પાર્ટનર મળીને આ જુગારધામ ચલાવતા હોવાની માહિતી પણ સામે આવી છે.

SMCની રેડના સમાચાર ફેલાતાં જિલ્લામાં ચાલતા અન્ય જુગારધામોમાં પણ ફફડાટ ફેલાયો હોવાની ચર્ચા છે. કેટલાક સ્થળોએ સંચાલકોએ તાત્કાલિક જુગારધામ બંધ કરી દીધા હોવાની માહિતી મળી રહી છે. હાલ ઝડપાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ ચાલી રહી છે. SMCની સમગ્ર કાર્યવાહી બાદ વધુ વિગતો સત્તાવાર રીતે સામે આવવાની શક્યતા છે.

નોંધનિય છે કે, આ જુગારધામ પર રેડ પાડી તે પહેલા આ વિસ્તારમાં ચાલતા જુગારધામના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા. જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા હતા. જોકે, હવે એસએમસીએ રેડ પાડી કાર્યવાહી કરી છે.

 

Frequently Asked Questions

જૂનાગઢના ચોરવાડમાં કઈ કાર્યવાહી કરવામાં આવી?

સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ચોરવાડમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 42થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા. દરોડા દરમિયાન રોકડ, બાઈક અને ફોરવ્હીલર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

આ દરોડામાં કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો?

દરોડા દરમિયાન SMCની ટીમે સ્થળ પરથી રૂ. 3,72,000ની રોકડ રકમ, 11 બાઇક અને 1 ફોર-વીલર વાહન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

SMC દ્વારા આ કાર્યવાહી શા માટે કરવામાં આવી?

ચોરવાડમાં જુગારધામના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી SMCની ટીમે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું.

શું સ્થાનિક ચોરવાડ પોલીસને આ કાર્યવાહી વિશે જાણ હતી?

ના, SMCની ટીમે ચોરવાડ પોલીસને અંધારામાં રાખીને આ કાર્યવાહી કરી હોવાની માહિતી છે. દરોડા દરમિયાન 42થી વધુ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
આજે અમિત શાહ ગુજરાત પ્રવાસે: માણસમાં કુળદેવીના કરશે દર્શન, ગાંધીનગર મેયરની પસંદગીમાં લઈ શકે છે ભાગ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget