વાવાઝોડાને પગલે અત્યાર સુધીમાં 6827 લોકોને સલામત સ્થળે ખસેડાયા, 8 જિલ્લાના 441 ગામ પ્રભાવિત
સરકારના આદેશ પ્રમાણે દરિયાકાંઠાથી 5 કિલોમીટર સુધીના વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરાવાશે.
![વાવાઝોડાને પગલે અત્યાર સુધીમાં 6827 લોકોને સલામત સ્થળે ખસેડાયા, 8 જિલ્લાના 441 ગામ પ્રભાવિત So far 6827 people have been shifted to safe place due to Cyclone Biparjoy, 441 villages in 8 districts have been affected વાવાઝોડાને પગલે અત્યાર સુધીમાં 6827 લોકોને સલામત સ્થળે ખસેડાયા, 8 જિલ્લાના 441 ગામ પ્રભાવિત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/13/b9aa0cebb22e33b8e7224434af1d7e4b168662806032275_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Biparjoy Cyclone: વાવાઝોડાનો રાજ્યના 8 જિલ્લાના 441 ગામના અંદાજે 16 લાખ 76 હજાર લોકોએ સામનો કરવો પડશે. સરકારી આંકડા પ્રમાણે 8 જિલ્લાના કાંઠા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 6 હજાર 827 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયુ છે. જેમાં દેવભુમિ દ્વારકા જિલ્લામાં 1800 લોકોનું સ્થળાંતર કરી સાયક્લોન સેન્ટર ખાતે આશરો અપાયો છે. આ જ રીતે મોરબીના માળિયાના કાંઠાળ વિસ્તારમાંથી સાંજ સુધીમાં 1 હજાર 372 લોકોનું સ્થળાંતર કરાયું છે. સલાયાના નીચાણવાળા વિસ્તારમાંથી 157નું સ્થળાંતર કરી લોહાણા વાડી, કોમ્યુનિટિ હોલમાં આશરો અપાયો છે. પોરબંદરમાં 500 અને દ્વારકાના રૂપેણ બંદરે 2500 લોકો સહિત કૂલ 6 હજાર 827 લોકોનું સ્થળાંતર કરાયુ છે અને આ કામગીરી હજુ યથાવત છે. સરકારના આદેશ પ્રમાણે દરિયાકાંઠાથી 5 કિલોમીટર સુધીના વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરાવાશે.
અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 300, જખૌ પોર્ટથી 360 અને નલિયાથી 370 કિલોમીટર દૂરના અંતરે છે.
વાવાઝોડાની તિવ્ર અસરના કારણે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેજ પવન સાથે ધોધમાર 8 ઈંચ વરસાદ પડ્યો. હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે.
ગંભીર વાત એ છે કે વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર સર્વાધિક ખતરો હોવાની પૂરી સંભાવના છે. જેથી ગ્રેટ ડેન્જર દર્શાવતા 10 નંબરના સિગ્નલ લગાયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કાંઠે પણ ખતરો હોવાથી લોકલ કોશનરી-3 નંબરના સિગ્નલ લગાવાયા છે. વાવઝોડાનો છેડો સૌરાષ્ટ્રને સ્પર્શી ગયો છે અને તેની તીવ્ર અસર જોવા મળી છે.
સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમન પૂર્વે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના શાંતીપરામાં અતિ મુશળધાર 8 ઈંચ વરસાદ પડ્યો. જ્યારે ગડુમાં 6 ઈંચ, કેશોદમાં 6 ઈંચ, માંગરોળમાં સાડા ચાર ઈંચ. ઉપરાંત તાલાલા, ભાયાવદર, ગોંડલ, વેરાવળ, સૂત્રાપાડા સહિત ઠેરઠેર 1થી 4 ઈંચ વરસાદ નોંધાયો. વરસાદની સાથે ગાજવીજ અને તીવ્ર પવન ફૂંકાયો હતો.
પોરબંદરના દરિયામાં દરિયાના પ્રચંડ મોજા જમીન પર ધસતા ઈન્દ્રેશ્વર મહાદેવ મદિરની દિવાલ ધરાશાયી થઈ હતી. દરિયાકાંઠે હર્ષદ માતાના મંદિર પાસે ગામની બજારમાં દરિયાના પાણી ઘુસી ગયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)