શોધખોળ કરો

Sabarkantha Rain: રેલવે અંડરબ્રિજના પાણીમાં એસટી બસ ડૂબી ગઈ, VIDEO જોઈ હચમચી જશો

સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો છે. હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે.

સાબરકાંઠા:  સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો છે. હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે.  રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ છે. બસ પાણીમાં ડૂબી હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે. હિંમતનગરથી વીરાવડા - હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજના પાણીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બસ પાણીમાં ગરકાવ થઈ હતી. 

એસટી બસ અંડર બ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી હતી. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં વર્ષોથી ભરાતું રહે  છે. દર વર્ષે ચોમાસામાં અંડર બ્રિજમાં પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે. 

હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ગાંભોઇ હાઈવે પર અડધોથી એક ફૂટ પાણી ભરાયા છે.  ગાંભોઈ પોલીસ સ્ટેશન આગળ પાણી ભરાયા છે. પોલીસ સ્ટેશનના મુખ્ય ગેટથી ઓફિસના ગેટ સુધી પાણી ભરાયા છે.  ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. 

ગુજરાતમાં છેલ્લા 24  કલાકમાં 116 તાલુકામાં મેઘમહેર

ગુજરાતમાં છેલ્લા 24  કલાકમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નડીયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો 55.04 ટકા વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ કચ્છમાં 75.69 ટકા, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 73.68 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 66.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સીઝનનો 34.68 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં ફક્ત 29.69 ટકા વરસાદ નોંધાયો છે.

ધોધમાર વરસાદને પગલે રાજ્યના 20 તાલુકામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકામાં સૌથી વધુ 237.66 ટકા તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં 150 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 11 તાલુકામાં ચોમાસાની સીઝનનો હજુ સુધી ફક્ત 20 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. 

જાણો ક્યા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો?

-નડીયાદમાં સાડા ચાર ઈંચ  

- વાસોમાં પોણા ચાર ઈંચ

- દાહોદ તાલુકામાં પોણા ચાર ઈંચ  

- સંતરામપુરમાં સાડા ત્રણ ઈંચ  

- ખેડાના મહુધામાં ત્રણ ઈંચ  

- ઝાલોદમાં પોણા ત્રણ ઈંચ

-મોરવાહડફમાં બે ઈંચ

- લુણાવાડામાં બે ઈંચ

- સિંગવડમાં બે ઈંચ  

- દાહોદના ફતેપુરામાં બે ઈંચ

- મહીસાગરના કડાણામાં બે ઈંચ  

- પેટલાદમાં દોઢ ઈંચ

- આણંદમાં દોઢ ઈંચ

- સોજીત્રામાં દોઢ ઈંચ

- મહેમદાવાદમાં દોઢ ઈંચ  

- ખેડામાં સવા ઈંચ  

- લીમખેડામાં સવા ઈંચ  

- મહીસાગરના વિરપુરમાં સવા ઈંચ

- દેવગઢબારીયામાં સવા ઈંચ

- કપડવંજમાં એક ઈંચ

- ખેડાના માતરમાં એક ઈંચ

- ખેડાના કઠલાલમાં એક ઈંચ

- ગોધરામાં એક ઈંચ

- ડાંગના આહવામાં એક ઈંચ  

- વિજયનગરમાં એક ઈંચ

- બાલાસિનોરમાં એક ઈંચ

- નવસારીના વાંસદામાં પોણો ઈંચ

- દાહોદના સંજેલીમાં પોણો ઈંચ

- વડોદરાના કરજણમાં પોણો ઈંચ

- છોટા ઉદેપુરમાં પોણો ઈંચ

- ઈડરમાં પોણો ઈંચ

- દાહોદના ધાનપુરમાં પોણો ઈંચ

- ડાંગના વઘઈમાં પોણો ઈંચ

- અરવલ્લીના મેઘરજમાં પોણો ઈંચ

- સુરતના ઉમરપાડામાં પોણો ઈંચ  

- મહીસાગરના ખાનપુરમાં પોણો ઈંચ

- ખંભાતમાં અડધો ઈંચ

- તારાપુરમાં અડધો ઈંચ

- સુબીરમાં અડધો ઈંચ

- ડેડીયાપાડા, ઉમરેઠમાં અડધો ઈંચ  

- ગળતેશ્વર, ગરબાડામાં અડધો ઈંચ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે, વાવાઝોડા સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
Embed widget