શોધખોળ કરો

સિરપ કાંડમાં રાજ્ય સરકાર એક્શનમાં, કફ સિરપનું ઉત્પાદન કરતી પેઢીઓ સામે સરકારના કડક પગલા

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' (Not of Standard Quality - NSQ) જાહેર કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ બાળકોના ઉપયોગમાં લેવાતી કેટલીક કફ સિરપ દવાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' (Not of Standard Quality - NSQ) જાહેર કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આવી કફ સિરપ દવાઓ બનાવતી પેઢીઓની સઘન તપાસ કરીને અને રાજ્યવ્યાપી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624  ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની સ્થિત છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે.

મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા ગત તા. 03 થી 05  ઓક્ટોબર,2025  દરમિયાન આ બંને પેઢીઓની જોખમ-આધારિત સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.

આ સંયુક્ત તપાસના અહેવાલમાં જોવા મળેલી જુદી-જુદી ક્ષતિઓના આધારે સંયુક્ત તપાસ ટીમ દ્વારા મે. શેપ ફાર્મા પ્રા. લિ., સુરેન્દ્રનગર અને મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ., અમદાવાદને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન ઉપરોક્ત પેઢીઓમાં “નોટ ઑફ સ્ટાન્ડર્ડ” દવાનો જથ્થો જોવા મળ્યો ન હતો. જોકે, તપાસ ટીમ દ્વારા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વધુમાં આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, તપાસ દરમિયાન સાવચેતીના પગલારૂપે મે. શેપ ફાર્મા પ્રા. લિ.માંથી અન્ય કફ સિરપના 03  દવાઓ તેમજ મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માંથી અન્ય કફ સિરપના 11  નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ 14  નમૂનાઓ વધુ ચકાસણી અર્થે સરકારી પ્રયોગશાળાને મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જન સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યની તમામ ઓરલ લિક્વિડ ઉત્પાદક પેઢીઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે.

મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતના નાગરિકોના જન આરોગ્ય અને દર્દી સુરક્ષાના હિતમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રાજ્યના તમામ મદદનીશ કમિશ્નરોને અસુરક્ષિત કફ સિરપ દવાઓના જોખમથી જનતાનું રક્ષણ કરવા, રાજ્યમાં ઉત્પાદિત તેમજ વિતરણ થતી દવાઓની ગુણવત્તા, સુરક્ષા અને અસરકારકતા સુનિશ્ચિત કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. મદદનીશ કમિશ્નરોને તેમના ક્ષેત્રમાં આવેલી તમામ ઓરલ લિક્વિડ અથવા કફ સિરપ ઉત્પાદક પેઢીઓની સંપૂર્ણ અને કડક તપાસો હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે.

આ તપાસ દરમિયાન પાણીની ગુણવત્તા, કાચામાલના સ્ત્રોત, ઉત્પાદન પ્રક્રિયા, ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવશે. તપાસમાં ઓરલ લિક્વિડ અથવા કફ સિરપની અલગ-અલગ બનાવટના ઓછામાં ઓછા પાંચ નમૂના લેવાની અને તે નમૂનાઓની ચકાસણી વડોદરા લેબોરેટરી દ્વારા સત્વરે કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ, ફેક્ટરીથી લઈને રિટેલર સુધીની સપ્લાય ચેઇનમાં આવેલ તમામ નોટ ઑફ સ્ટાન્ડર્ડ (NSQ) જાહેર થયેલી દવાઓનું રીકોલ FDCAના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ કરવામાં આવશે, જેથી માર્કેટમાં એક પણ અસુરક્ષિત બેચ ઉપલબ્ધ ન રહે, તેમ મંત્રીએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, જાહેર કરાયેલી નોટ ઑફ સ્ટાન્ડર્ડ કફ સિરપ દવાઓના વેચાણ,  પુરવઠા અને વિતરણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ડિસ્ટ્રીબ્યુટર, હોલસેલર અને રિટેલર ચેનલ પર આ પ્રતિબંધનો કડક અમલ થાય તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે. તમામ મદદનીશ કમિશનરોને રીકોલ અને તપાસની કાર્યવાહીનું સતત મોનિટરિંગ રાખી, કાર્યવાહીનો વિગતવાર અહેવાલ સંયુક્ત કમિશ્નર (ડ્રગ્સ) ને નિયમિત રીતે દરરોજ મોકલવાની પણ સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયો દ્વારા FDCA, ગુજરાત દવાઓની ગુણવત્તા નિરીક્ષણ અને ટ્રેસેબિલિટી સિસ્ટમને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જીત બાદ ભારતીય ખેલાડીઓએ કરી ઉજવણી, હરમનપ્રીતે કર્યો ડાન્સ, ભાવુક મંધાનાને લગાવી ગળે
જીત બાદ ભારતીય ખેલાડીઓએ કરી ઉજવણી, હરમનપ્રીતે કર્યો ડાન્સ, ભાવુક મંધાનાને લગાવી ગળે
Women's WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થયો રૂપિયાનો વરસાદ, સાઉથ આફ્રિકાને મળ્યું આટલા કરોડનું ઈનામ
Women's WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થયો રૂપિયાનો વરસાદ, સાઉથ આફ્રિકાને મળ્યું આટલા કરોડનું ઈનામ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Women's WC: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ પર ધનવર્ષા, BCCIએ 51 કરોડના ઈનામની કરી જાહેરાત
Women's WC: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ પર ધનવર્ષા, BCCIએ 51 કરોડના ઈનામની કરી જાહેરાત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તાલિબાની સજાનો અંત ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : આત્માના નામે અંધશ્રદ્ધાનો અંત ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : આફતનો અંત ક્યારે?
Gujarat Farmers Relief Package : ટૂંક સમયમાં જાહેર થશે સહાય પેકેજ, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલ લઈને આવ્યા ખૂડતો માટે ખુશ ખબર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જીત બાદ ભારતીય ખેલાડીઓએ કરી ઉજવણી, હરમનપ્રીતે કર્યો ડાન્સ, ભાવુક મંધાનાને લગાવી ગળે
જીત બાદ ભારતીય ખેલાડીઓએ કરી ઉજવણી, હરમનપ્રીતે કર્યો ડાન્સ, ભાવુક મંધાનાને લગાવી ગળે
Women's WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થયો રૂપિયાનો વરસાદ, સાઉથ આફ્રિકાને મળ્યું આટલા કરોડનું ઈનામ
Women's WC: વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર થયો રૂપિયાનો વરસાદ, સાઉથ આફ્રિકાને મળ્યું આટલા કરોડનું ઈનામ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Women's WC: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ પર ધનવર્ષા, BCCIએ 51 કરોડના ઈનામની કરી જાહેરાત
Women's WC: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ પર ધનવર્ષા, BCCIએ 51 કરોડના ઈનામની કરી જાહેરાત
IND-w vs SA-w Final: 52 વર્ષમાં ટ્રોફી જીતનારી પ્રથમ કેપ્ટન બની હરમનપ્રીત કૌર, જાણો કોને આપ્યો જીતનો શ્રેય?
IND-w vs SA-w Final: 52 વર્ષમાં ટ્રોફી જીતનારી પ્રથમ કેપ્ટન બની હરમનપ્રીત કૌર, જાણો કોને આપ્યો જીતનો શ્રેય?
'ભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે આ જીત', PM મોદીએ મહિલા વર્લ્ડકપ જીતવા પર ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન
'ભવિષ્યના ચેમ્પિયન્સને પ્રેરણા આપશે આ જીત', PM મોદીએ મહિલા વર્લ્ડકપ જીતવા પર ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, સાત લોકોના મોત, 150 ઈજાગ્રસ્ત
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ, સાત લોકોના મોત, 150 ઈજાગ્રસ્ત
જીત બાદ વ્હીલચેર પર મેદાનમાં પહોંચી પ્રતિકા રાવલ, ટીમ સાથે કરી ઉજવણી
જીત બાદ વ્હીલચેર પર મેદાનમાં પહોંચી પ્રતિકા રાવલ, ટીમ સાથે કરી ઉજવણી
Embed widget