શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે સુખરામ રાઠવાના નામની સત્તાવાર જાહેરાત કરાઈ

ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠક બાદ વિધાનસભમાં વિપક્ષના  નેતા તરીકે સુખરામ રાઠવાના નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે.

ગાંધીનગર:  ગાંધીનગરમાં ધારાસભ્ય દળની બેઠક બાદ વિધાનસભમાં વિપક્ષના  નેતા તરીકે સુખરામ રાઠવાના નામની સત્તાવાર જાહેરાત કરાઈ છે. ગાંધીનગર ખાતે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં સિનિયર નેતાઓ સહિત ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રધુ શર્માની હાજરીમાં આ બંને નામોની પ્રસ્તાવ ધારાસભ્યો સમક્ષ રાખવામાં આવ્યો હતો. જેમાં બંને દેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઠાકોર અને નેતા વિપક્ષ તરીકે, સુખરામ રાઠવા પર સહમતી સધાઈ ગઈ છે.

સુખરામ રાઠવા આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં જગદીશ ઠાકોર અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતો માટે સુખરામ રાઠવાને કમાન અપાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ ગુજરાતમાં OBC પ્લસ આદિવાસી નેતા નક્કી કરવામાં આવ્યા છે.

દિલ્હીથી  અમદાવાદ એરપોર્ટ પર પહોચેલા ગુજરાત કૉંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 

જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે.  ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન એવા  પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002 અને 2007 એમ સળંગ બે વાર જીતેલા ઠાકોર  2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પરથી ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આમ જગદીશ ઠાકોર  2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે.  ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
Embed widget