શોધખોળ કરો

ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?

Gujarat heatwave 2026: રાજ્યના 5 શહેરોમાં પારો 44°Cને પાર; કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, તો અમદાવાદ સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ જારી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતના પાંચ શહેરોમાં 44°C ઉપર તાપમાન, સુરેન્દ્રનગરમાં 45.5°C નોંધાયું.
  • રાજ્યમાં ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસો વધ્યા, આરોગ્ય વિભાગ સતર્ક.
  • 17 મે સુધી હીટવેવની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ/યલો એલર્ટ.
  • ચોમાસું 4 દિવસ વહેલું આવી શકે, કેરળમાં 25-27 મે સુધી સંભાવના.

Gujarat heatwave 2026: મે મહિનો શરૂ થતાં જ ગુજરાતમાં ગરમીએ જાણે ભુક્કા બોલાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના પાંચ શહેરોમાં પારો 44°Cને પાર પહોંચી ગયો છે, જેમાં સુરેન્દ્રનગર 45.5°C સાથે સિઝનનું સૌથી ગરમ શહેર બની ગયું છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હીટ સ્ટ્રોકના કેસો વધતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. જોકે, આકાશમાંથી વરસી રહેલી આ આગ વચ્ચે એક રાહતના સમાચાર પણ છે કે દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દસ્તક આપી શકે છે.

હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ, છેલ્લા પાંચ જ દિવસમાં ગરમીના પારામાં 2થી 4 ડિગ્રીનો ઉછાળો આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, કંડલા એરપોર્ટ, અમરેલી અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં તો તાપમાન 44°Cની ઉપર જતું રહ્યું છે. સુરતની વાત કરીએ તો, 11 મેનો દિવસ ત્યાં સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો, જ્યાં 42.2°C તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 6.8°C વધારે છે. સોમવારે નોંધાયેલા તાપમાને તો આ સિઝનનો રેકોર્ડ જ તોડી નાખ્યો છે. આ પહેલાં કંડલા એરપોર્ટ પર 45.2°C તાપમાન નોંધાયું હતું, પરંતુ સુરેન્દ્રનગરે 45.5°C સાથે તે રેકોર્ડ તોડી નાખ્યો છે. જો હજુ 2 ડિગ્રીનો વધારો થશે, તો અગાઉના તમામ રેકોર્ડ તૂટી જવાની શક્યતા છે.

આ કાળઝાળ ગરમીની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. રાજ્યમાં હીટ સ્ટ્રોક, લૂ લાગવી અને પેટમાં દુખાવાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને હોસ્પિટલોમાં ખાસ હીટવેવ વોર્ડ અને બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે ખૂબ જરૂરી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું અને ડીહાઇડ્રેશનથી બચવા માટે સતત પાણી પીતા રહેવું.

ગરમીના આ પ્રકોપને જોતા હવામાન વિભાગે આગામી 17 મે સુધી રાજ્યભરમાં હીટવેવની આગાહી કરી છે. આજે (12 મે) કચ્છ અને સુરેન્દ્રનગરમાં 'ઓરેન્જ એલર્ટ' અપાયું છે, જ્યારે અમદાવાદ સહિતના અન્ય 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને વાતાવરણ એકદમ સૂકું રહેશે. જોકે, ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને અન્ય વિસ્તારો જેવા કે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા અને સુરતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે.

આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે

આ બધા વચ્ચે ખુશખબર એ છે કે વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસું વહેલું આવી રહ્યું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ પહોંચતું હોય છે, પરંતુ આ વર્ષે તે 25થી 27 મેની વચ્ચે જ કેરળના કાંઠે પહોંચી જવાની સંભાવના છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 48 કલાકમાં વધુ મજબૂત બનશે. આ સિસ્ટમ ચોમાસાને ઝડપથી આગળ વધારશે, જેનાથી દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધશે. આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને અમરેલીમાં 44°C, વડોદરામાં 45°C, ભુજમાં 42°C, સુરતમાં 41°C અને ડીસામાં 39°C આસપાસ મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે.

4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ

Frequently Asked Questions

ગુજરાતમાં હાલમાં ગરમીનું શું પ્રમાણ છે?

રાજ્યના પાંચ શહેરોમાં પારો 44°Cને પાર પહોંચી ગયો છે, જેમાં સુરેન્દ્રનગર 45.5°C સાથે સિઝનનું સૌથી ગરમ શહેર બન્યું છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

આકરી ગરમીની સ્વાસ્થ્ય પર શું અસર થઈ રહી છે?

હીટ સ્ટ્રોક, લૂ લાગવી અને પેટમાં દુખાવાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે હીટવેવ વોર્ડ અને બેડની વ્યવસ્થા કરી છે.

હવામાન વિભાગે ગરમી અંગે શું આગાહી કરી છે?

આગામી 17 મે સુધી રાજ્યભરમાં હીટવેવની આગાહી છે. કચ્છ અને સુરેન્દ્રનગરમાં 'ઓરેન્જ એલર્ટ' અને અન્ય 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કરાયું છે.

ચોમાસું ગુજરાતમાં ક્યારે આવી શકે છે?

ચોમાસું નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું, 25થી 27 મેની વચ્ચે કેરળમાં દસ્તક આપી શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ ચોમાસાને આગળ વધારશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget