શોધખોળ કરો

Surendranagar Children Death : તળાવમાં ન્હાવા પડેલા 5 બાળકો ડૂબ્યા, તમામ બાળકોના મોત

ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તારના મેથાન અને સરવાળ વચ્ચે તળાવમાં 5 બાળકો ડૂબી ગયા હતા. બાળકો ડૂબી જતાં તમામના મોત નીપજ્યા છે. હાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ જગ્યા સ્થળે જવાના રવાના થઈ છે.

સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા ગામ્ય વિસ્તારના મેથાન અને સરવાળ વચ્ચે તળાવમાં 5 બાળકો ડૂબી ગયા હતા. બાળકો ડૂબી જતાં તમામના મોત નીપજ્યા છે. હાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ જગ્યા સ્થળે જવાના રવાના થઈ છે. 108 ની ગાડી જગ્યા સ્થળે જવા રવાના થઈ છે. ગામ લોકો દ્વારા બાળકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પાંચેય મૃત બાળકો પરપ્રાંતીય હોવાનું જાણવા મળી રહ્યું છે. 

આ અંગેની વિગતો એવી છે કે, મેથાણ પાસે તળાવમાં ચાર બાળકી અને એક બાળક ડૂબી ગયા હતા. બપોરે આ બાળકો ન્હાવા માટે તળાવમાં પડ્યા હતા. એક બાળકીના પિતાએ તળાવ પાસે તપાસ કરતાં એક મૃતદેહ દેખાતા તપાસ હાથ ધરી હતી. જેમાં એક પછી એક પાંચેય લાશ મળી આવી હતી. એક સાથે પાંચ પાંચ મોતને પગલે આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જ્યારે પરિવારમાં માતમ છવાયો છે.

ખેતમજૂરી કામે આવેલા બે આદિવાસી પરિવારના પાંચ બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે. એક બાળકીના પિતા પારસીંગભાઇએ તળાવમાં બાળકીની લાશને તરતી જોઇને એમણે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા. લોકોએ પાંચેય બાળકોની લાશોને બહાર કાઢતા ગરીબ પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું.

Vadodara : એલિયન જેવા વિચિત્ર બાળકનો જન્મ થતાં હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા

વડોદરાઃ આગ્રાની લોકહિતમ હોસ્પિટલમાં મગજ વગરના એલિયન જેવા વિચિત્ર બાળકે જન્મ લેતા હોસ્પિટલે લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. ડેસર ખાતે વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારનું ત્રીજું સંતાન વિચિત્ર જન્મ લેતા ચિંતાતુર બન્યા. બે કલાક બાદ બાળકે અંતિમ શ્વાસ લીધો. માતાનું નામ હેમલત્તાબેન જગદીશ રાઠોડ અને પિતાનું નામ જગદીશ પ્રસાદ રાઠોડ ઉર્ફે (પીન્ટુભાઇ) છે. 

છેલ્લા છ વર્ષથી ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લા જાલોરના વતની વડોદરા જિલ્લાના ડેસર ખાતે રહેતા હતા. ડોક્ટરને પૂછતા જણાવ્યું કે આ તો એક કુદરતી કરિશ્મો છે.

વડોદરાઃ યુવકે પ્રેમિકાને મેળવવા એવું કર્યું કાવતરું કે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી, જાણો સંપૂર્ણ વિગત
વડોદરાઃ છાણીના યુવકે પ્રેમપ્રકરણમાં એવું કાર્ય કર્યું કે, પોલીસને જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. યુવકે પ્રેમિકાને પામવા માટે પોતાની જ માતા સાથે મળીને પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. જોકે, પોલીસે છ કલાકની તપાસ પછી યુવકને શોધી કાઢતા સમગ્ર વાત સામે આવી હતી. પોલીસને અપહરણનું નાટક કરી દોડાદોડી કરાવનાર માતા-પુત્રની અટકાયત કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, છાણી જકાતનાકા પાસે રહેતા કરણ રઘાભાઈ રસડિયા (ઉં.વ.19) પોતાની માતા સાથે રહે છે. આ યુવકને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા. તેમજ એક મહિના પહેલા બંને ઘરેથી ભાગી પણ ગયા હતા. જોકે, યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા. જોકે, યુવકે પ્રેમિકાને પરત મેળવવા માટે કાવતરું રચ્યું હતું. 

આ કાવતરા પ્રમાણે, યુવકની માતા રાતે ફતેગંજ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને પ્રેમિકાના પરિવારે તેમના પુત્રનું અપહરણ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે એક ટીમ યુવકની પ્રમિકાના ઘરે મોકલી હતી. જોકે, યુવતીનો આખો પરિવાર ઘરે મળી આવ્યો હતો તેમજ તેમણે અપહરણ ન કર્યાનું કહ્યું હતું. દરમિયાન યુવક ફોન કર્યા પછી જગ્યા છોડી દેતો હોવાથી પોલીસની મુશ્કેલી વદી હતી. જોકે, રાતે દોઢ વાગ્યે કરણે પોલીસને ફોન પર જણાવ્યું હતું કે, ચાર લોકો તેને બાંધીને જતા રહ્યા છે. યુવકના લોકેશન પર પોલીસ પહોંચતા તે ત્યાં ખુલ્લામાં ફરતો મળી આવ્યો હતો. 

આ પછી પોલીસે માતા-પુત્રની પુછપરછ કરતાં તેમણે અપહરણનું નાટક કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમનો પ્લાન એવો હતો કે, પોલીસ યુવતીના પરિવારની ધરપકડ કરી લેશે અને બીજી તરફ યુવક યુવતીને લઈને ફરાર થઈ જશે. જોકે, તેનું કાવતરું સફળ થયું નહોતું. પોલીસે ખોટી ફરિયાદ કરતા બંનેની અટક કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget