શોધખોળ કરો

News: ઢાબા પર ખુલ્લેઆમ અફીણ વેચતા શખ્સને સુરેન્દ્રનગર SOGએ ઝડપી પાડ્યો, NDPS એક્ટ હેઠળ કેસ દાખલ

પોલીસ અધિક્ષકની આ સૂચના બાદ સુરેન્દ્રનગર એસઓજીના પીઆઇ જાડેજાએ ખાનગી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા

Surendranagar News: સુરેન્દ્રનગર એસઓજીએ મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. હાલમાં જ સમાચાર છે કે, સુરેન્દ્રનગર પાસે આવેલા ધ્રાંગધ્રા-હળવદ હાઇવે એક પંબીબી ઢાબા(હૉટલ) હોટલમાંથી સુરેન્દ્રનગર ઓસએજીએ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી અફીણ તથા ઓપીએટનો ડરીવેટીવ્ઝના જથ્થો સુરેન્દ્રનગર એસઓજી જપ્ત કર્યો છે. 
 
પોલીસ માહિતી અનુસાર, પોલીસ અધિક્ષક ડૉ. ગિરીશ પંડ્યા દ્વારા હાલમાં ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ, ઔષધો, મનપ્રભાવી દ્રવ્યો તથા એનડીપીએસ એટલે કે ગાંજો, અફીણ, એમડી સહિતના જથ્થાનો ગેરકાયદેસર વેપાર, વેચાણ અને હેરાફેરી અટકાવવા સૂચના આપવામાં આવેલી હતી, સાથે સાથે આવા ગેરકાયદે દ્રવ્યો અને જથ્થાના વેપાર અને વેચાણ તેમજ હેરાફેરી કરનારાઓને પકડી પાડીને તેમના પર કેસો કરવા સૂચના આપવામાં આવી હતી. 

પોલીસ અધિક્ષકની આ સૂચના બાદ સુરેન્દ્રનગર એસઓજીના પીઆઇ જાડેજાએ ખાનગી બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, એસઓજી ટીમે સુરેન્દ્રનગર નજીકની ધ્રાગધ્રા-હળવદ હાઇવે પર ચુલી ગામ નજીક કાર્યવાહી કરી હતી, અહીં પંજાબી ઢાબાના (હૉટલ) કમ્પાઉન્ડમાંથી એક આરોપી જેનું નામ ભોહરસિંહ છે તેને ગેરકાયદે જથ્થાના વેપાર કરતાં ઝડપી પાડ્યો હતો. આરોપી ભોહરસિંહ પાસેથી પોલો વૉક્સવેગન ગાડીમાં ગેરકાયદેસર માદક દ્રવ્યો, અને ઓપીએટનો ડેરિવેટિવ્ઝ 149 ગ્રામ, બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા, આ સુરેન્દ્રનગર એસઓજીઓ પોતાની કાર્યવાહીમાં કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલમાં આરોપી સામે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ઘર અને ખેતરમાં આરોપીએ કર્યુ હતુ ગાંજાનું વાવેતર - 

રાજ્યમાં એક પછી એક ગાંજાના વાવાતેરના કિસ્સા સામે આવી રહ્યાં છે, હાલમાં જ ગુજરાત યૂનિવર્સિટી અને અન્ય સ્થળો પરથી ગાંજાના છોડના વાવેતરને લઇને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે હવે અરવલ્લીલ જિલ્લામાંથી એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરીને ગાંજાના વાવેતરને પકડી પાડ્યું છે, પકડાયેલાં આ ગાંજાના છોડની રકમ લગભગ 2 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યુ છે. 

મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લામાં એસઓજીની ટીમે અચાનક દરોડા પાડતાં લગભગ બે લાખનાં ગાંજા વાવાતરને પકડી પડ્યુ છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી મોરી (વાવમેલાણા) ગામમાંથી ગાંજાનું વાવેતર થવાની બાતમી એસઓજીને મળી હતી. ખરેખરમાં આ વિસ્તારની હદ ઇસરી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, પરંતુ એસઓજીને ટીમે અચાનક કાર્યવાહી હાથ ધરતા મોટી મોરી (વાવમેલાણા) ગામમાં એક ખેડૂત આરોપીએ પોતાના ખેતરમાં તથા રહેણાંક મકાનમાં ગાંજાના છોડનું વાવેતર કર્યુ હતુ. જ્યારે મોડાસા એસઓજીની ટીમે અચાનક રેડ કરી તો આરોપી સહિત તેના ખેતર અને ઘરમાંથી કુલ 41 ગાંજાના છોડ પકડી પાડવામા આવ્યા હતા, જેનુ વજન 10.700 કિલો હતુ અને કિંમત 1 લાખ 700 રૂપિયાની હતી, આ તમામ મુદ્દામલ એસઓસજીની ટીમે જપ્ત કરી લીધો હતો. ખાસ વાત છે કે, આ સમગ્ર ઘટનામાં ઇસરી પોલીસ ઉંઘતી રહી અને મોડાસા એસઓજીની ટીમે રેડ કરીને મોટી ગુનાખોરીને પકડી પાડી હતી. 

આ પહેલા સાબરમતી જેલમાંથી પકડાયો હતો ગાંજો

ફરી એકવાર ગાંજો પકડાવવાની ઘટના સામે આવી છે, આ વખતે અમદાવાદની સાબરમતી જેલમાંથી ગાંજો પકડતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી આજે એક કેદી પાસેથી મોટી માત્રામાં ગાંજો પકડાયો છે. આ ઘટના બાદ જેલ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. સાબરમતી જૂની જેલના મધ્ય ભાગમાંથી આ ગાંજો ઝડપાયો હતો, જેમાં પાકા કામના કેદી સંજય ગજેરા, જેનો નંબર છે 16824, પાસેથી પેપરમાં વાળેલો 1 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. ગાંજો પકડાયા બાદ રાણીપ પોલીસે કેદી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગાંજો પકડવવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ
આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?
ગુજરાત સરકારના પરિપત્રથી સરકારી આલમમાં ફફડાટ, અચાનક આટલી બધી કડકાઈ કેમ કરાઈ?
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ખેડૂતોને 'સનેડો' ખરીદવા માટે હવે મળશે 75,000 સુધીની સહાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અસરકારક અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સોશિયલ મીડિયાના દાનવ!
Hun To Bolish : હું તો બોલીશ : પ્રજાની પાઈ પાઈનો હિસાબ
Gujarat Hit wave : ગુજરાતના લોકોને હજુ નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત
Vadodara News : બહારનું ખાતા પહેલા સાવધાન! સમોસામાંથી નીકળી જીવાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 21 મેના રોજ 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 100ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 21 મેના રોજ 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી, 100ની ઝડપે ફૂંકાશે પવન
યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો
યુપીમાં ભાજપની સ્થિતિ કેવી? 2027ની ચૂંટણીના 9 મહિના પહેલા Axis My India ના પ્રદીપ ગુપ્તાનો મોટો દાવો
10 ગ્રામ સોનું ₹53,000 મોંઘું થશે, વિદેશી બેંકની આગાહીથી બજારમાં ફફડાટ, જાણો તેજીના 5 મોટા કારણ
10 ગ્રામ સોનું ₹53,000 મોંઘું થશે, વિદેશી બેંકની આગાહીથી બજારમાં ફફડાટ, જાણો તેજીના 5 મોટા કારણ
બંગાળમાં મુસ્લિમો OBC અનામતમાંથી બહાર! CM સુવેન્દુએ 16 વર્ષ જૂની સિસ્ટમ કેવી રીતે બદલી?
બંગાળમાં મુસ્લિમો OBC અનામતમાંથી બહાર! CM સુવેન્દુએ 16 વર્ષ જૂની સિસ્ટમ કેવી રીતે બદલી?
BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે
BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે
મોદી-મેલોનીના વીડિયોથી ટ્રેન્ડમાં આવેલી 'મેલોડી'ના માલિક કોણ છે? જાણો તેમની સંપત્તિ
મોદી-મેલોનીના વીડિયોથી ટ્રેન્ડમાં આવેલી 'મેલોડી'ના માલિક કોણ છે? જાણો તેમની સંપત્તિ
PM મોદીએ જ્યોર્જિયા મેલોનીને ગિફ્ટમાં આપી મેલોડી ચોકલેટ, ઈટલીના PMએ શેર કર્યો વીડિયો
PM મોદીએ જ્યોર્જિયા મેલોનીને ગિફ્ટમાં આપી મેલોડી ચોકલેટ, ઈટલીના PMએ શેર કર્યો વીડિયો
કોણ છે જ્યોર્જિયા મેલોની? મોદી સાથે તસવીર થઈ વાયરલ, જાણો બારટેન્ડરથી PM બનવા સુધીની સફર વિશે
કોણ છે જ્યોર્જિયા મેલોની? મોદી સાથે તસવીર થઈ વાયરલ, જાણો બારટેન્ડરથી PM બનવા સુધીની સફર વિશે
Embed widget