![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ગરમીનો પ્રકોપ યથાવત છે. મળતી જાણકારી અનુસાર,રાજ્યમાં બુધવારે સાત શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો
![ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો Surendranagar records 46 degrees Celsius, heat wave to be on till May 13 ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/07/57d7389b2c06dac29225ca355985924a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ગરમીનો પ્રકોપ યથાવત છે. મળતી જાણકારી અનુસાર,રાજ્યમાં બુધવારે સાત શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. સુરેંદ્રનગરમાં તો ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચી ગયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 45.8 ડિગ્રી સાથે ગરમીએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી.
જો કે ત્યાર બાદના ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી બોપલ-આંબલીમાં 45.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાનનો પારો રહ્યો હતો. સેટેલાઈટમાં 45.4 ડિગ્રી, એયરપોર્ટ વિસ્તારમાં 45.3 ડિગ્રી, નવરંગપુરામાં 45.2 ડિગ્રી એસજી હાઈવે પર 44.9 ડિગ્રી, ગિફ્ટી સિટીમાં 44.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
જો કે અમદાવાદમાં બપોરના સમયે મોટાભાગના વિસ્તારોમાં પારો 47 ડિગ્રીને પાર થઈ ગયો હતો. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો ડિસામાં ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમરેલીમાં ગરમીનો પારો 44.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ભાવનગરમાં ગરમીો પારો 44.5 ડિગ્રી સુધી આંબી ગયો હતો. રાજકોટમાં ગરમીનો પારો 44.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનો પારો 43.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 43.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. કંડલા પોર્ટ પર ગરમીનો પારો 40.2 ડિગ્રી અને કેશોદમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચ્યો હતો.
આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ, જાણો કેટલા વાગ્યે ઓનલાઇન જોઇ શકશો
ગુજરાત શિક્ષણ બોર્ડ આજે ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવશે. આજે સવારે દસ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન પરિણામ જાહેર કરાશે. ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ 12 સાયન્સની બોર્ડ પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં વિદ્યાર્થીની સંખ્યા ઘણી ઘટી છે. બોર્ડનું પરિણામ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ શાળા ખાતેથી પરિણામ મેળવી શકાશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)