(Source: ECI/ABP News/ABP Majha)
Surendranagar : ‘આ જન્મમાં એક ન થઈ શક્યાં તો આવતા જનમમાં મળીશુ’, માંગમાં સિંદર-મંગળસૂત્ર પહેરાવી યુગલે કરી લીધો આપઘાત
ગઈ કાલે શ્રદ્ધા ઘરેથી નવાં કપડા-ચૂડો પહેરીને આવી હતી. જ્યારે દિનેશે પણ નવાં કપડાં પહેર્યાં હતાં. દિનેશે શ્રદ્ધાની માંગમાં સિંદૂર પૂરીને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. આ પછી બંનેએ આપઘાત કરી લીધો હતો.
સુરેન્દ્રનગરઃ શહેરના રતનપર વિસ્તારમાં ટ્યુશન ક્લાસના સંચાલકે પોતાની વિદ્યાર્થિની સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સૂસાઈડ નોટમાં બંનેએ પરિવારજનોની માફી માગી છે. જેમાં આ જન્મમાં એક ના થઈ શકતા સજોડે આત્મહત્યા કરી હોવાનો સૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. રતનપર વિસ્તારમાં ટ્યૂશન ચલાવતા 48 વર્ષીય શિક્ષક અને 19 વર્ષીય વિદ્યાર્થિનીની પ્રેમકહાનીનો કરુણ અંજામ આવ્યો હતો. શુક્રવારે શિવધારા ક્લાસીસમાં જ બંનેએ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર ફેલાઈ હતી.
શ્રદ્ધા અને દિનેશની 3 પાનાંની સૂસાઇડ નોટ મળી આવી છે, જેમાં તેમણે પોતપોતાના પરિવારને સંબોધી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે કે, તેમણે સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થવાનું છે. શ્રદ્ધા અને દિનેશે પરિવારના સભ્યોની માફી માગતા લખ્યું હતું કે અમારે મનમેળ થઈ ગયો છે. એકબીજાને મૂકી શકીએ તેમ નથી. અમે એક થઈ શકીએ તેવી કોઈ શક્યતા નથી. અમારી પાસે બીજું કોઈ પગલું નથી. કારણ કે સમાજ અમને સ્વીકારશે નહીં. આથી આ અંતિમ પગલું ભરીએ છીએ.
તેમણે લખ્યું છે કે, સમાજ થોડો સમય વાતો કરશે. અમે આ ભૂલ કરીએ છીએ અમારાં અરમાન પૂરાં થાય તેમ નથી એટલે આ છેલ્લું પગલું ભરીએ છીએ. અમને માફ કરી દેજો. શ્રદ્ધાએ લખ્યું હતું કે મારાં લગ્ન બીજે કરવાના તમારા કોડ હતા પરંતુ મારે બીજે લગ્ન કરવાં નથી. તમે મારી ઉપર શંકા કરતા હતા પરંતુ હું ખોટું બોલીને ટાળી દેતી હતી, મને માફ કરજો. પછી બંનેએ લખ્યું હતું કે અમે આ જન્મમાં એક ન થઈ શક્યાં તો આવતા જનમમાં મળીશુ.
એટલું જ નહીં, ગઈ કાલે શ્રદ્ધા ઘરેથી નવાં કપડા-ચૂડો પહેરીને આવી હતી. જ્યારે દિનેશે પણ નવાં કપડાં પહેર્યાં હતાં. દિનેશે શ્રદ્ધાની માંગમાં સિંદૂર પૂરીને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું. આ પછી બંનેએ આપઘાત કરી લીધો હતો.
મૂળ સાયલાના વતની અને હાલ રતનપરમાં રહેતા દિનેશભાઈ અંબારામભાઈ પુજાણી શિવધારા ક્લાસીસના નામથી ટ્યૂશન ક્લાસ ચલાવતા હતા. દિનેશની બાજુમાં રહેતી શ્રદ્ધા ધો. 10ના ટ્યૂશનમાં આવતી હતી. બંને પાડોશમાં રહેતા હોવાથી પ્રેમ થઈ ગયો હતો. જોકે, દિનેશભાઈ પરીણિત હતા અને તેમને સંતાનમાં 19 વર્ષનો દીકરો હતો અને ઉંમર પણ 48 વર્ષની હતી. જેને કારણે લગ્ન શક્ય નહોતા. આથી શુક્રવારે બંનેએ ક્લાસીસમાં ધાબાના હૂક સાથે દુપટ્ટા બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.