Talati Exam Live Update: તલાટી કમ મંત્રીની શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ, પેપર સરળ હોવાનો પરીક્ષાર્થીનો દાવો
આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે, રાજ્યના 2697 કન્દ્ર પર આ પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષા 3400થી વધુ જગ્યાઓ માટે લેવાવાની છે, જેમાં અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

Background
Talati Exam Live Update:આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે, રાજ્યના 2697 કન્દ્ર પર આ પરીક્ષા યોજાશે. તલાટીની પરીક્ષા 3400થી વધુ જગ્યાઓ માટે લેવાવાની છે, જેમાં અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પરીક્ષા આજે બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા લેવાનાર છે
રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજાશે. રેકોર્ડબ્રેડ સાડા આઠ લાખ ઉમેદવાર તલાટીની પરીક્ષા આપશે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે વધુ બસો દોડાવી છે. રાજકોટ એસટી ડિવિઝને ઉમેદવારો માટે 200થી વધારે બસ મુકી છે. રાજકોટ એસટી બસ સ્ટેન્ડમાં ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે.
પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના ૧૭.૧૦ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના ૮,૬૪,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ૨૬૯૪ પરીક્ષા કેન્દ્રોના ૨૮,૮૧૪ વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.
ભૂતકાળમાં રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલી ભરતી પરિક્ષાઓમાં મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે બોર્ડ દ્વારા કરાયેલી વ્યવસ્થા વેડફાઈ હતી. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય અને સારી વ્યવસ્થા ગોઠવી શકાય તે માટે ભરતી મંડળે ઉમેદવાર પરીક્ષા આપવાના છે કે કેમ તે અંગે અગાઉથી જ સંમતિ મેળવી લીધી છે. જે મુજબ રાજ્યના કુલ ૮,૬૪,૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે સંમતિ આપી છે.
Talati Exam: શાંતિપૂર્ણ માહોલમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા શરૂ
Talati Exam:પાંચ વર્ષના લાંબા ઇંતેજાર બાદ આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં 8 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે. રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3,437 ખાલી જગ્યા છે, જેની સામે 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. પેપર એક કલાકનું છે. 12:30 સમયસર પરીક્ષા શરૂ થઇ ગઇ હતી જે 1:30 પૂર્ણ થશે. રાજ્યના 2697 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાઇ રહી છે.
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા માટે તમામ તૈયારીઓ કરી દેવાઇ હતી. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે વધુ બસો દોડાવી છે. રાજકોટ એસટી ડિવિઝને ઉમેદવારો માટે 200થી વધારે બસ મુકી છે. પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના 8,64, 400ઉમેદવારો પરીક્ષા આપી રહ્શેયાં છે . રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 ૪ પરીક્ષા કેન્દ્રોના 28814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યાં છે. કોઇ ગેરરીતિ ન થાય માટે દરેક ઉમેદવારોનો પરીક્ષા કેન્દ્રમાં પવેશ વીડિયોગ્રાફી બાદ જ કરાયો હતો. ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવી હતી..
વડોદરા: આવતી કાલે લગ્ન અને આજે આપશે પરીક્ષા, એક્ઝામ માટે વડોદરાથી દાહોદ પહોંચી
તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇને પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરીક્ષા આપવા માટે દુલ્હન પણ પહોંચી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે વડોદરા થી દાહોદ દુલ્હન પહોંચી હતી. આ યુવતીના આવતી કાલે લગ્ન છે પરંતુ તેમણે પરીક્ષાને પ્રાથમિકતા આપતા તે વડોદરા થી દાહોદ પરીક્ષા આપવા પહોંચી હતી.




















