બનાસકાંઠાના ડીસામાં મોટી દુર્ઘટના, 17 લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધે તેવી આશંકા, મૃતદેહની ઓળખ મુશ્કેલ
Banaskatha Fire: : બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં મોટી દર્ઘટના સર્જાઇ છે. એક બોઇલર ફાટતાં ભીષણ આગ લાગતા 17 લોકોના મોત થયા છે.

Banaskatha Fire:બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમાં 20થી વધુ શ્રમિક હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં 17 બળેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યાં છે.જેને સિવિલમાં પીએમ માટે લઇ જવાયા છે.આ દુર્ઘચનામાં 6થી વધુ લોકો ખરાબ રીતે દાઝ્યા છે. જેમાં 3 લોકો ગંભીર રીતે 40 ટકા દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા લઇ જવાયા છે. ઘટના સવારે સવા દસની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે દૂર દૂર સુધી અવાજ સંભળાયો હતો અને મૃતક શ્રમિકોના અંગો પણ દૂર દૂર ફેંકાયા હતા. ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ સિવિલમાં મૃતદેહ લાવવાનો સિલસિલો ચાલું છે.
આ ઘટનાને લઇને અનેક સવાલ ઉઠી રહી રહ્યાં છે. આ ગોડાઉન હોવાથી માત્ર ફટકડા સ્ટોર કરવાની મંજૂરી હતી જ્યારે અહીં ફટાકડાનું પ્રોડક્શન પણ ચાલતું હતું. પ્રચંડ વિસ્ફોટ થતા જ ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.જેના કારણે કાટમાળ વચ્ચે અને ભીષણ આગમાં મૃતદેહને શોધવાનું કામ અઘરું બન્યું હતું. ગોડાઉનની જગ્યાએ કાટમાળનો ઢેર લાગી ગયો છે. JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ડીસા જીઆઇડીસી આગકાંડમાં તપાસના આદેશ અપાયા છે.
સમગ્ર દુર્ધટનાને લઇને બનાસકાંઠાના સાંસદ ગેનીબેને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમજ ઘટનાને લઇને સરકાર સામે કેટલાક સવાલ ઉઠાવ્યાં છે. ડીસાની દુર્ઘટનાને લઈ ગેનીબેનના સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે,. વહીવટી પ્રશાસનની ભૂલના કારણે દુર્ઘટના બની છે. ફેક્ટરીના માલિક સામે કડક કાર્યવાહી થવી જોઇએ. મંજૂરી અપાય છે ત્યારે કેમ તમામ બાબતોને ધ્યાને નથી લેવાતી?ઘટનાની જાણ થતાં પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત ડીસા જવા રવાના થયા છે. સમગ્ર ધટનાને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણકારી મેળવી છે અને સત્વરે સહાય માટે આદેશ આપ્યા છે.

