શોધખોળ કરો

વિવાદ વચ્ચે ઠાકોર આગેવાનો આજે પહોંચશે જાબડિયા, સિંગર ગબ્બર અને અર્જુનના મુદ્દે લેવાશે નિર્ણય

ઠાકોર સમાજના સિંગર અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરે બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું.

ઠાકોર સમાજના સિંગર અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોરે બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું. ઠાકોર સમાજના આગેવાનો આજે ડીસાના જાબડિયા ગામ પહોંચશે. પરિવારના લગ્નમાં બંધારણ વિરૂદ્ધ ડીજે વગાડી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજના આગેવાનો જાબડિયા ગામે બેઠક બોલાવી નિર્ણય કરશે. સિંગર ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરના સામાજિક બહિષ્કાર મુદ્દે નિર્ણય લેવાશે. 

કાંકરેજના અમૃતજી ઠાકોર, દિયોદરના કેશાજી ચૌહાણ જાબડિયા ગામ જશે. સાંસદ ગેનીબેન ઠાકોર પણ વીડિયો કોલથી બેઠકમાં જોડાય તેવી શક્યતા છે. જાબડિયામાં લેવાનારા નિર્ણય પર ત્રણ જિલ્લાના ઠાકોર સમાજની નજર રહેશે.

બીજી તરફ બનાસકાંઠા ઠાકોર સમાજનું બંધારણ પાડોશી દેશ પાકિસ્તાન પહોંચ્યું હતું. પાકિસ્તાનના લોકોએ ઠાકોર સમાજના બંધારણને આવકાર્યું હતું. ઠાકોર સમાજની જેમ પાકિસ્તાનમાં વસતા લોકો સમાજ સુધારણા તરફ આગળ વધ્યા હતા. લગ્નમાં ડીજે અને વરઘોડા પર પ્રતિબંધ સહિતના નિયમોનો સ્વીકાર કર્યો હતો. પાકિસ્તાન સરહદે વસતા લોકોએ બંધારણના ચુસ્ત પાલનનો નિર્ણય કર્યો હતો. 

નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાબડીયા ગામે ઠાકોર સમાજના નિયમોના ભંગની ગંભીર ઘટના સામે આવી હતી. સમાજ દ્વારા તાજેતરમાં અમલમાં મૂકાયેલા બંધારણને નેવે મૂકીને એક લગ્ન પ્રસંગમાં ડીજે વરઘોડો કાઢવામાં આવતા વિવાદ થયો હતો. આ ઘટનામાં ગુજરાતી કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિવાદના કેન્દ્રમાં રહ્યા હતા. બંનેના સામાજિક બહિષ્કારની સોશિયલ મીડિયામાં માંગ ઉઠી છે. જાબડીયા ગામે કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના કાકાના દીકરા મેરૂજી રતનજી ઠાકોરના લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે ઠાકોર સમાજના બંધારણમાં પ્રતિબંધિત હોવા છતાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ઠાકોર સમાજના યુવાનો અને અગ્રણીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ડીજે પરના આ વરઘોડાની પૉસ્ટ સમાજના આગેવાન લક્ષ્મણજી ઠાકોરે મુકી હતી હતી, હવે તેના પર તીખી પ્રતિક્રિયા આવી રહી છે. જોકે, હવે ઘટનાના પડઘા પડતાં સમાજના આગેવાનો અને ઠાકોર સમાજની એક કમિટી બનાવી હતી.                                                                  

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget