શોધખોળ કરો
Advertisement
જુદા જુદા વિભાગોમાં ભરતી અંગે આજે મુખ્યમંત્રી રૂપાણી કરી શકે છે મોટી જાહેરાત
ભરતીની નવી સિસ્ટમને કેવી રાખવામાં આવે જેથી તે કોઈને પણ અન્યાય કર્તા ન બને અને તેનો અમલ કરાવવાની બાબતે ચર્ચા વિચારણા થઈ હતી.
અમદાવાદઃ ગુજરાત સરકારના જુદા જુદા વિભાગોમાં ભરતી કરવાને મુદ્દે સીએમ રૂપાણી આજે વિશેષ જાહેરાત કરે તેવી સંભાવના છે. સરકારે ભરતી અંગે 1 ઓગસ્ટ 2018ના કરવામાં આવેલા પરિપત્રના માધ્યમથી શિડ્યુલ કાસ્ટ અને શિડ્યૂલ ટ્રાઈબની પાત્રતા ધરાવતી મહિલાઓની જનરલ કેટેગરીમાં મહિલાઓ માટે રિઝર્વ કરવામાં આવેલી બેઠકોમાં આપવામાં આવ્યું હતું.
આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટે અયોગ્ય ગણાવ્યો હોવાથી નવા જ મુદ્દાઓ ઉભા થઈ રહ્યા છે. તેનો ઉકેલ લાવવા માટે સીએમ રૂપાણીએ શુક્રવારે અધિકારીઓની ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાના નિષ્કર્ષ અંગેની આખરી જાહેરાત આજે થઈ શકે છે.
ભરતીની નવી સિસ્ટમને કેવી રાખવામાં આવે જેથી તે કોઈને પણ અન્યાય કર્તા ન બને અને તેનો અમલ કરાવવાની બાબતે ચર્ચા વિચારણા થઈ હતી. આ બેઠકમાં કે.કૈલાશ નાથન, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેયરમેન પણ હાજર રહ્યા હતા. ત્યારે સીએમ રૂપાણી શું જાહેરાત કરે છે તેના પર સૌની નજર રહેલી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement